Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કસવાવ ખાતે તળાવનું ખાતમુહૂર્ત,પોલીસ આવાસ અને રીવરફ્રન્ટનું લોકાર્પણ થશે

  • May 26, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તા.૨૭મી,મેના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત વ્યારા તાલુકાના કસવાવ ગામે ગામ તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત,પોલીસ આવાસનું ડિજીટલ લોકાર્પણ અને વ્યારા ખાતે મિંઢોળા નદી પર બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટનું લોકાર્પણ કરશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત વ્યારા તાલુકાના કસવાવ ગામે ૧૨ હેકટર વિસ્તારમાં ફેલાયેલા તળાવને ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.હાલ આ તળાવમાં ૧૨.૯૬ એમસીએફટી પાણીનો સંગ્રહ થાય છે.તળાવ ઉંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં તળાવની સંગ્રહ શક્તિ ૧૪.૭૩ એમસીએફટી થશે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વ્યારા ખાતે પોલીસ આવાસ નિગમ દ્વારા રૂા. ૨૫.૭૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ૨૦૦ પોલીસ આવાસ, રૂા.૪૦.૭૬ લાખના ખર્ચે નિર્મિત ડૉલવણ પોલીસ સ્ટેશન, અને રૂા.૨.૯૬ કરોડના ખર્ચે વાલોડ ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશન,સી-૧ તથા બી-૧૮ કવાર્ટસ મળી રૂા.૨૯.૧૬ કરોડના પોલીસ આવાસ નિગમના કામોનું મુખ્ય સ્ટેજ પરથી ડિજીટલ લોકાર્પણ કરવામાં આવશે.વધુમાં વ્યારા ખાતેથી પસાર થતી મિંઢોળા નદી પર વ્યારા નગરપાલિકા દ્વારા રૂા.૩.૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણના હસ્તે કરવામાં આવશે.તા.૨૭મી, મેના રોજ યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા કલેકટર એન.કે. ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે.જિલ્લા કલેકટર દ્વારા કાર્યક્રમના સ્થળે કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી રિહર્સલ પણ કરી લીધું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application