Tapi mitra News-વલસાડ જિલ્લાના નોન એન.એફ.એસ.એ. એપીએલ-૧ કાર્ડધારકોને તા.૭ થી ૧૧મી મે, ૨૦૨૦ના દરમિયાન જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણના માર્ગદર્શન હેઠળ વાજબી ભાવની દુકાનેથી રાશન સામગ્રી વિતરણ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા રેશનકાર્ડદીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા. ચોખા, એક કિ.ગ્રા. ખાંડ તથા એક કિગ્રા ચણા/ ચણાદાળ(નાફેડ)નું વિનામૂલ્યે વિતરણ કરાશે. આ વિતરણ સરળતાથી થાય અને વધુ ભીડ એકત્ર ન થાય તે હેતુસર રેશનકાર્ડ નંબરના છેલ્લા અંક પ્રમાણે તારીખવાર સંબંધિત રેશનકાર્ડધારકોને રાશન વિતરણ કરાશે. રેશનકાર્ડ ધારકોએ જે તે તારીખ મુજબ જ તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો વાજબી ભાવની દુકાનેથી મેળવી લેવાનો રહેશે.
જે અનુસાર રેશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ૧ અથવા ૨ હોય તેવા કાર્ડધારકોએ તા.૦૭/૦૫/૨૦૨૦ના રોજ, રેશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ૩ અથવા ૪ હોય તેવા કાર્ડધારકોએ તા.૦૮/૦૫/૨૦૨૦ના રોજ, રેશનકાર્ડ નંબરનો છેલ્લો અંક પ અથવા ૬ હોય તેવા કાર્ડધારકોએ તા.૦૯/૦૫/૨૦૨૦ના રોજ, રેશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ૭ અથવા ૮ હોય તેવા કાર્ડધારકોએ તા.૧૦/૦૫/૨૦૨૦ના રોજ તેમજ રેશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ૯ અથવા ૦ હોય તેવા કાર્ડધારકોએ તા.૧૧/૦૫/૨૦૨૦ના રોજ પોતાને મળવાપાત્ર રાશનનો જથ્થો મેળવવાનો રહેશે. જે કાર્ડધારકો ઉક્ત તારીખો દરમિયાન પોતાનો જથ્થો મેળવી ન શકે તે તેઓએ તા.૧૨/૦૫/૨૦૨૦ના રોજ જવાનું રહેશે. આ જથ્થો મેળવવા માટે રેશનકાર્ડ દીઠ એક જ વ્યક્તિએ આવવા તેમજ રેશનકાર્ડ અને આધારકાર્ડ બિનચૂક સાથે લાવવાના રહેશે. જથ્થો મેળવતી વખતે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, મોઢું માસ્ક, રૂમાલ અથવા દુપટ્ટાથી ઢાંકવાના રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application