Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડુંગરી, આસુરા અને દહેરી કલસ્‍ટર કન્‍ટાઇનમેન્‍ટ અને બફર ઝોન તા.૧૭મી મે સુધી અમલી રહેશે

  • May 06, 2020 

Tapi mitra News-વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામ, વલસાડ તાલુકાના ડુંગરી ગામ તેમજ ધરમપુર તાલુકાના આસુરા ગામમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તા.૩/૫/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો હતો. જે હવે તા.૧૭/૫/૨૦૨૦ સુધી નીચે મુજબની વિગતે અમલી રહેશે. જે અનુસાર ઉમરગામ તાલુકાના દહેરી, ધરમપુર તાલુકાના આસુરા તેમજ વલસાડ તાલુકાના ડુંગરી ગ્રામ પંચાયતના તમામ વિસ્‍તારને કલસ્‍ટર કન્‍ટાઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. કન્‍ટાઇનમેન્‍ટ ઝોનમાં સમાવિષ્‍ટ ઓ.પી.ડી. અને મેડીકલ કલીનીક ચાલુ કરી શકાશે નહીં. આ વિસ્‍તારોમાં તમામ પ્રકારની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વિસ્‍તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્‍યક ચીજવસ્‍તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરા પાડવામાં આવશે. જ્‍યારે ઉમરગામ તાલુકાના ઉમરગામ સીટી, હુમરણ, દહાડ, કરમબેલ, સોળસુંબા અને પલગામનો તમામ વિસ્‍તાર ધરમપુર તાલુકાના ધરમપુર સીટીના મચ્‍છી માર્કેટ, આસુરા ઝાંપા રોડ, કાનજી ફળિયું, વાલોડ ફળિયુંનો તમામ વિસ્‍તાર જ્‍યારે વલસાડ તાલુકાના ધરાસણા, ઉમરસાડી, શંકરતળાવ, રોલા, જેસપોર અને ઊંટડી ગામના તમામ વિસ્‍તારોને બફર ઝોનમાં સમાવેશ કરાયો છે. ઉક્‍ત બફર ઝોનમાં આવતા ગામની હદ નક્કી કરીને અવરજવર ઉપર નિયંત્રણ રાખવામાં આવ્‍યું છે. આ વિસ્‍તારોમાં આવશ્‍યક ચીજવસ્‍તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી સોશિયલ ડિસ્‍ટન્‍સિંગના ચુસ્‍તપણે પાલન કરવાની શરત સાથે મુક્‍તિ આપવામાં આવે છે. આ સમય દરમિયાન દ્વિચક્રિય વાહન ઉપર એક વ્‍યક્‍તિ અને ત્રણ/ ચાર ચક્રીય વાહનમાં ત્રણ થી વધુ વ્‍યક્‍તિઓ પ્રવાસ કરી શકશે નહીં. આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરના વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application