ઈકરામ મલેક દ્વારા નર્મદા:કોરોના મહામારી સામે લડી રહેલાં આરોગ્ય કર્મચારીઓ, પોલીસ અને સફાઈ કામદારો, અને વહીવટી તંત્ર ના કર્મચારીઓ ઉપર હેલીકોપ્ટર માથી ફુલ વરસાવી કરોડો રુપિયા ફુંકી મારવા અલગ વાત છે, એમા કંઈ ખોટું નથી વરસાવો, પણ જમીન ઉપર લડતાં કોરોના યોદ્ધાઓ ને પોતાની સલામતી ના સાધનો અને સુરક્ષા કવચ આપવા અને તેમને પુરતો પગાર સમયસર આપવો તે પણ અત્યંત જરૂરી છે.
નર્મદા જીલ્લા ના અંતરીયાળ ગામો મા સર્વે સહીત ની કામગીરી માટે આઉટસોર્સિંગ થી રાખવામા આવેલી 30 જેટલી મહીલા હેલ્થવર્કરો ને છેલ્લાં ત્રણ મહીના થી પગાર જ નથી મળ્યો ! કોરોના ની દહેશત વચ્ચે જીવના જોખમે ધોમધખતા ઉનાળા ના તાપમાં કામગીરી કરતી હેલ્થવર્કરો પગાર વગર ટળવળી રહી છે. ગુજરાત xકલુઝીવ ની રીપોર્ટ મુજબ નર્મદા જીલ્લા ના આરોગ્ય અધિકારી ના જણાવ્યા મુજબ આ તમામ ફીમેલ કર્મચારીઓ આઉટસોર્સિંગ થી લેવામાં આવ્યા છે તેઓ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ નથી, જેનો કોન્ટ્રાકટ છે તે કંપની બિલ મુકે પછી બિલ મંજૂર થયે થી એમનો પગાર ચુકવતી હોય છે, કચેરી મા બિલ મુકાઈ ગયા છે હવે એમનો પગાર થઈ જશે. આમ કોરોના યોદ્ધાઓ ના છોગા આપી દેવા થી ઉલ્ટું જમીની સ્તર ઉપર હકીકત કંઈ જુદી જ છે તે આ મામલા ઉપર થી સ્પષ્ટ થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500