Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેળવણીની લીલાબેનને કોવિડ-હોસ્‍પિટલ સિવિલ-વલસાડમાંથી રજા અપાઇ

  • May 05, 2020 

Tapi mitra News-કોરોનાને માત આપી હોસ્‍પિટલમાંથી રજા લઇ બહાર નીકળતા લીલાબેન ગણેશભાઇ પટેલ ઉપર હોસ્‍પિટલની તમામ ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી. વલસાડ જિલ્લાના કેળવણી, પટેલ ફળિયા, તા.ધરમપુરના ગર્ભવતી મહિલા લીલાબેનનું બીજું સેમ્‍પલ નેગેટીવ આવતાં આજે કોવિડ હોસ્‍પિટલ, સિવિલ, વલસાડ ખાતેથી રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૬ કોરોના પોઝિટિવ પૈકી આ અગાઉ બે દર્દીઓ રીકવર થતાં તેમને પણ રજા આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આજદિન સુધીમાં ૧૮૭૯ સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે. જે પૈકી ૧૮૫૫ સેમ્‍પલ નેગેટીવ, ૬ પોઝીટીવ આવ્‍યા છે, જ્‍યારે ૧૮ સેમ્‍પલના રીપોર્ટ આવવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ હેડકવાર્ટરમાંથી ૨૯ પોલીસ જવાનોના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા, જે તમામ નેગેટીવ આવ્‍યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application