ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:લોકડાઉન ના પહેલા તબક્કા મા કોરોના થી અનટચ રહેલા નર્મદા જિલ્લામાં બિજા તબક્કા ની શરુઆત ખરાબ રહી હતી અને 2 કેસ ના ઓપનિંગ શાથે ઉપરા છાપરી 9 કોરોના વાઈરસના પોઝિટિવ કેસો મળી આવતા, કુલ આંકડો 12 ઉપર પહોંચ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ રાજપીપળા COVID-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની ધીરે ધીરે સારવાર દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. ત્યારે છેલ્લા ભદામ ગામના મહિલા દર્દી શ્રેયાબેન પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા 5 મી મેએ એમને પણ રજા અપાઈ હતી,એમને હાજર તબીબી સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી. નર્મદા જિલ્લામાં હાલમાં એક પણ નવો કેસ આવ્યો નથી ત્યારે નર્મદા જિલ્લો આજે કોરોના મુક્ત બની ગયો છે. બીજી તરફ હાલમાં નર્મદા જિલ્લામાં તબક્કાવાર કોરોના વાઈરસનું ટેસ્ટીંગ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લો હાલમાં ઓરેન્જ ઝોનમાં છે. જો આગામી દિવસોમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે નહિ આવે તો નર્મદા જિલ્લો ગ્રીન ઝોનમાં આવી શકે છે.