વ્યારાના તુલસીપાર્ક એપાર્ટમેન્ટમાં યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા બનાવ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
બારીની લોખંડની એન્ગલ સાથે ન્હાવાનો ટુવાલનો છેડો બાંધી બીજો ટુવાલનો છેડો ગળે બાંધી આપઘાત કર્યો
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારાના તુલસીપાર્ક એપાર્ટમેન્ટમાં 208, બ્લોક નંબર A A-4/8માં રહેતો મોહિત રવીન્દ્રભાઈ આહિરે (ઉ.વ.26) નાએ ગતરોજ કોઈ અગમ્ય કારણસર પોતાના બેડરૂમમાં બારીની લોખંડની એન્ગલ સાથે ન્હાવાનો ટુવાલનો છેડો બાંધી બીજો ટુવાલનો છેડો ગળે બાંધી આપઘાત કર્યો હતો. બનાવ અંગે મૃતક યુવકનો ભાઈ મયુરભાઈ રવીન્દ્રભાઈ આહિરેની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500