મહારાષ્ટ્રમાં 1લી નવેમ્બર પહેલાં સરકારી ભરતી માટે જાહેરાત થઈ હોય ત્યારે અરજી કરી હોય પણ 1લી નવેમ્બર પછી ફરજમાં જોડાયા હોય તેવા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપવાનો નિર્ણય આજે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં લેવાયો હતો. આ નિર્ણયથી 26 હજાર કર્મચારીઓને લાભ થઈ શકે છે.
જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાની કર્મચારીઓની માંગણી માટે દબાણ કરવા માટે સરકાર તેમજ અર્ધસરકારી કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતર્યાના દિવસો બાદ આ નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્ર રાજ્ય કર્મચારી સંઘના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંડળના આ નિર્ણયથી લગભગ 26 હજાર રાજ્ય સરકારના કર્મચારીઓનો ફાયદો થશે.
જેમની પસંદગી નવેમ્બર 2005 પહેલાં કરવામાં આવી હતી. પરંતુ તેમને પછીથી જોઈનિંગ લેટર મળ્યા હતા. આ નિર્ણયથી માત્ર 26 હજાર રાજ્યના સરકારી કર્મચારીને લાભ થશે. રાજ્યમાં 9.5 લાખ સરકારી કર્મચારીઓ છે. જેઓ નવેમ્બર 2005 પહેલાં સેવામાં જોડાયા હતા અને તેઓ પહેલાથી જૂન પેન્શન યોજનાનો લાભ ભોગવે છે. જૂની પેન્શન હેઠળ સરકારી કર્મચારીઓને તેના છેલ્લા પગારના 50 ટકા સમકક્ષ પેન્શન મળે છે. રાજ્યમાં વર્ષ 2005થી જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી છે.
નવી પેન્શન યોજના (એન.પી.એસ.) હેઠળ રાજ્ય સરકારનો કર્મચારી તેના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા યોગદાન આપે છે. ત્યારબાદ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા મંજૂર કરાયેલા નામા પેન્શન ફંડમાંથી નાણાનું રોકાણ કરવામાં આવે છે અને વળતર માર્કેટ-લિંક હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500