ઉત્તર પ્રદેશનાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની જિલ્લા જેલમાં બંધ 26 કેદીઓનો HIV રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, જેલમાં કેમ્પ લગાવીને કરવામાં આવેલી તપાસ બાદ આ વાત સામે આવી છે. જેલ પ્રશાસને સેક્ટર-30 સ્થિત જિલ્લા હોસ્પિટલના એન્ટિ રેટ્રોવાયરલ થેરાપી (એઆરટી) સેન્ટરમાં કેદીઓની સારવાર શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલો કિસ્સો નથી જ્યારે રાજ્યમાં કેદીઓમાં HIV પોઝીટીવનો કેસ સામે આવ્યો હોય.
આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં બારાબંકી ડિસ્ટ્રિક્ટ જેલમાં 22 કેદીઓ HIV પોઝીટીવ બન્યા હતા. બીજી તરફ બિજનૌર જેલમાં 5 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અસાધ્ય રોગ HIV મોટાભાગે શારીરિક સંબંધોને કારણે એક શરીરમાંથી બીજા શરીરમાં ફેલાય છે. ઉપરાંત, તે HIV દર્દી પર ઉપયોગમાં લેવાતી સોઈ, સિરીંજ અથવા અન્ય દવાના ઈન્જેક્શન સાધનો દ્વારા તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500