વ્યારા:બાળકોના વિચાર અને કલ્પના શક્તિના વિકાસ માટે વ્યારા ખાતે આવેલ શ્રી શિવાજી પુસ્તકાલયમાં મારૂં પ્રિય પુસ્તક વિશે સ્પર્ધા યોજાઈ હતી જેમાં જુદીજુદી આઠ શાળાઓએ ભાગ લિધો હતો.આશરે ૪૭ જેટલા વિધાર્થીઓએ ઉત્સાહભેર મારુ પ્રિય પુસ્તક સ્પર્ધા માં ભાગ લીધો હતો.આ સ્પર્ધા ધોરણ પાંચ થી બારમા ધોરણ સુધી વર્ગ દીઠ યોજાઇ હતી.જેમાં અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ અંગ્રેજીમાં વક્તવ્ય રજૂ કર્યા હતા.વિધાર્થીઓએ વાક્ય રચના,ભાષા શુદ્ધિ, અને ઉચ્ચાર શુદ્ધિ પ્રત્યે ધ્યાન આપવા કનકબેન મહેતાએ આહવાહન કર્યું હતું.સ્પર્ધાને અંતે દરેક વિજેતાને ગંથાલય તરફથી પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ શાહ તથા કનકબેન મહેતાએ કર્યું હતું.નિર્ણાયક તરીકેની કામગીરી ભામીનીબેન શાહ તથા મયૂરીબેન શાહે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application