તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ચાંપાવાડી ગામની સિમ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના વહેતા પાણી માંથી ૨૧ વર્ષીય યુવકનો મતુદેહ મળી આવ્યો હતો.બનવા અંગે પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ તા.૨૪મી મે નારોજ,વ્યારા તાલુકાના બાલપુર ગામના નાનીડુંગરી ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ બી.ગામીત નાઓને સુરત ખાતે સાડી ના કારખાના માં કામ માટે જવું હોય,બસના ભાડા માટે તેઓની પત્ની અને વિરલ પાસે રૂપિયાની માંગણી કરતા તેઓની પાસે રૂપિયા નહિ હોવાથી જીતેન્દ્રભાઈ ગામીતને રૂપિયા નહિ આપતાં રકઝક ચાલી હતી જેના કારણે વિરલભાઈ જીતેન્દ્રભાઈ ગામીત (ઉ.વ.૨૧)ને મન માં ખોટું લાગી આવતા તા.૨૪મી નારોજ રિસાઈ ને ઘર માંથી ચાલ્યો ગયો હોય,ઉકાઈ ડાબા કાંઠા ની નહેરના પાણી માં કૂદી ગયો હોય,તા.૨૫મી મે નારોજ લાશ તણાતી ચાંપાવાડી ગામના પુલિયા પાસે નજરે પડી હતી.બનાવ અંગે કાકરાપાર પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર દોડી આવી જીતેન્દ્રભાઈ બી.ગામીતની ફરિયાદને આધારે અકસ્માત મોત અંગે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.નહેરના પાણીમાં આપઘાત કરનાર વિરલ ગામીત મંદ બુદ્ધિ નો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે જેના ગજવા માંથી મંદ બુદ્ધિનો હોવાનું એક કાર્ડ પણ મળી આવ્યું હતું.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application