ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:કાળઝાળ ગરમી મા સુરત તરફ થી 3 બાળકો અને 2 મહીલા સહીત 13 શ્રમજીવીઓ પગપાળા રાજપીપળા આવી પહોંચ્યા, લોકડાઉન ની હાડમારી ગરીબ અને શ્રમિકો નુ પીછો છોડતી નથી.
સુરત થી પગપાળા આવી પહોંચેલા શ્રમજીવીઓ મા ત્રણ તો બાળકો છે, આકરા તાપ મા 130 કી.મી ચાલતા નિકળી જવું એ વિચાર માત્ર થીજ ધૃજારી ઉત્પન્ન થઈ જાય છે, છેલ્લાં એક મહીના કરતાં વધુ સમય થી સુરત મા ઘેરાઈ રહેલા શ્રમજીવીઓ નો સંયમ હવે તુટવા માંડ્યો છે તેનો આ પુરાવો છે. તંત્ર તરફ થી મદદ ના નામે આરોગ્ય વિભાગ ની ટીમ આવી હતી અને તમામ નુ ટેમ્પરેચર માપી ને રવાના થઈ હતી, આ શ્રમિકો ને ક્યાં રાખવા કે લઈ જવા ની દરકાર લેવામાં આવી નોહતી. બધાં પોતાની જવાબદારી મા થી હાથ ઉંચા કરતા જણાયા હતાં, તેવા મા આશ્વાસન લેવા જેવી કોઈ વાત હોય તો એ છેકે રાજપીપળા ના સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા 15 જેટલાં ફુડ પેકેટ શાક અને રોટલી પુરાં પાડવામાં આવ્યા હતાં.
કથિત રીતે એક ઉચ્ચ અધિકારી નુ સંપર્ક કરાતા શ્રમજીવીઓ ને એમની મરજી પ્રમાણે જેવા આવ્યા છે તેવા જવા દો નુ બેજવાબદાર જવાબ આપવામા આવ્યો હતો, આખરે શ્રમજીવીઓ એ ચાલતાજ નિકળી જવાનુ મુનાસિબ માની ચાલી નિકળ્યા હતાં. આકરાં તાપ મા પોતાના માતા-પિતા ની આંગળી પકડ્યા વગર પોતાની રીતે ચાલતા આશરે ત્રણ વર્ષ ના ભૂલકાં ને જોઈ ને નિશબ્દ થઈ જવાયું હતું, એનુ વર્ણન કરવા માટે શબ્દો ખુટી પડ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application