Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:નેશનલ હાઇવે માર્ગ પર આધેડની હત્યા કરી અકસ્માતનું રૂપ આપનાર હત્યારો ઝડપાયો:અંકલેશ્વરની હોટેલમાં રચાયું હતું કાવતરું

  • May 25, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના પોખરણ ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર ગત મહિનાની ૬-૪-૨૦૧૮ ના રોજ આધેડની કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલવામાં તાપી જિલ્લા પોલીસને ભારે સફળતા મળી છે.ચાર ઇસમોએ સાથે મળી આધેડને મોત ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં બાહર આવ્યું છે.આધેડના મોઢા ઉપર ઓશિકું રાખી સાલ વડે ગળે ટૂંપો આપી તેમજ લોખંડના સળિયાના સપાટા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.હત્યારાઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હત્યાને અકસ્માત રૂપ આપ્યું હતું . તાપી જિલ્લા પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં ભારે સફળતા મળી છે.ગત મહિનાના ૬ એપ્રિલ નારોજ સોનગઢના પોખરણ ગામની સીમ માંથી પસાર થતો હાઇવે માર્ગ પર આધેડની કરવામાં આવેલ હત્યાને અકસ્માતનું રૂપ આપનાર ચાર જણા પૈકી એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.જયારે કાવતરું રચનાર જમીન માલિક અને અન્ય ત્રણ જણા અત્યાર સુધી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ઝડપી પડેલા હત્યારા પાસેથી અનેક ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી. અંકલેશ્વરની હોટેલમાં રચાયેલા કાવતરું મુજબ:સોનગઢના ડોસવાડા ખાતે આવેલ એક જમીન મુદ્દે આશરે ત્રણેક મહિના અગાઉ જમીનના અગાઉના માલિક રામકુ બાબુભાઈ સાવલિયાએ કહેલ કે,માંદિયાભાઈ રતાભાઈ ગામીત નાઓ જમીન વેચવાની છે પરંતુ તે “જમીનના સોદા થવા દેતો નથી જેથી તેનું કામ તમામ કરવાનું છે.”તેવી વાત કરી અંકલેશ્વર ખાતે હરીભાઈ ભરવાડ તથા માલાભાઈ ભરવાડ તેમજ અન્ય એક શખ્સ જોડે હોટલ પર મીટીંગ કરી હતી.જેમાં હત્યા કરનાર સંજયભાઈ પરબતભાઈ મકાણી ને રૂપિયા ૨.૫૦ લાખ તથા ભરવાડોને રૂપિયા ૨.૫૦ લાખ આપવાની વાત કરી માંદિયાભાઈ ગામીતની હત્યા કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું.ડોસવાડા ખાતે આવેલ વાડી પર દોઢેક મહિના અગાઉ રામકુભાઈ સાવલિયા રોકાયા હતા તે સમયે માંદિયાભાઈ ગામીતે માં-બેન ઉપરથી નાલાયક ગાળો આપેલ જેથી તેના ઉપર રીસ હતી જેથી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અપાયું હતું અકસ્માતનું રૂપ:રામકુંભાઈ બાબુભાઈ સાવલિયાની જમીન સોનગઢના ડોસવાડા પાસે આવેલ હોય,જ્યાં માંદિયાભાઈ ગામીત વોચમેન તરીકે કામ કરતો હતો.જમીન વેચવા માટે કાઢેલ,જમીન જોવા માટે આવતા ગ્રાહકોને માંદિયાભાઈ ગામીત ભગાવી દઈ જમીનના સોદા થવા દેતો ન હતો.જેથી રચવામાં આવેલ કાવતરામાં મુબજ ૫-૪-૨૦૧૮ નારોજ રામકુભાઈ સાવલિયા અગાઉથી વાડીએ(ખેતરે) આવી ગયા હોય,ત્યારબાદ તા.૬-૪-૨૦૧૮ નારોજ રાત્રી ના સમયે બે અઢી વાગ્યે હરીભાઈ ભરવાડ તથા માલાભાઈ ભરવાડ તેમજ એક અજાણ્યો શખ્સ આવતા માંદિયાભાઈ ગામીતના મોઢા ઉપર ઓશિકું રાખી સાલ વડે ગળે ટૂંપો આપી તેમજ લોખંડના સળિયાના સપાટા મારી હત્યા કરી નાંખી હતી ત્યાર બાદ બાઈક ઉપર બેસાડી નેશનલ હાઇવે માર્ગ ઉપર લઇ જઈ નાંખી દઈ માંદિયા ગામીત ના પેટ ના ભાગ ઉપર ટેમ્પો ચઢાવી દઈ ફરાર થઇ ગયા હતા.શરૂઆત થીજ શંકાસ્પદ નજરે પડતા આ કેશમાં તાપી પોલીસે બારીકાઇ થી તપાસ હાથ ધરી હતી જેમાં માંદિયાભાઈ ગામીત સાથે બિરયાની ખાવા ગયેલ સંજયભાઈ પરબતભાઈ મકાણી રહે,B/૪૮,પ્રમુખછાયા સોસાયટી યોગી ચોક,પુણાગામ-સુરત-મૂળ રહે, દહીડા ગામ,નદીની સામે કિનારે,અમરેલી ના એ એકલા એજ હત્યા કરી હોવાનું કબુલાત કરી હતી પરંતુ પોલીસ ની સઘન પૂછપરછ દરમિયાન માલાભાઈ ભરવાડ અને હરીભાઈ ભરવાડ તેમજ એક અજાણ્યા શખ્સનું નામ બહર આવતા હત્યાનો ભેદ ઉકેલવામાં તાપી જિલ્લા પોલીસને ભારે સફળતા મળી છે.તાપી પોલીસ હાલ કાવતરું રચનાર રામકુભાઈ બાબુભાઈ સાવલિયા તેમજ હત્યા કરનાર હરીભાઈ ભરવાડ તથા માલાભાઈ ભરવાડ તેમજ આજાણ્યા શખ્સને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. high light:હત્યાને અકસ્માતનું રૂપ કઈ રીતે આપ્યું:માંદિયાભાઈ ગામીતના મોઢા ઉપર ઓશિકું રાખી સાલ વડે ગળે ટૂંપો આપી તેમજ લોખંડના સળિયાના સપાટા મારી હત્યા કરી નાંખી હતી ત્યાર બાદ બાઈક ઉપર બેસાડી નેશનલ હાઇવે માર્ગ ઉપર લઇ જઈ નાંખી દઈ માંદિયાભાઈ ગામીત ના પેટ ના ભાગ ઉપર ટેમ્પો ચઢાવી દઈ ફરાર થઇ ગયા હતા.   high light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો.......      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application