ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જિલ્લા માં લગભગ ૨૫ વર્ષ થી ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારી ને છેલ્લા આઠ મહિના થી પ્રમોશન માટે ધક્કે ચઢવું પડ્યું છે. ત્યારે હાલમાં અધિકરીઓ લોકડાઉન નું કારણ ધરી છટકબારી બતાવે છે.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ માં લગભગ ૨૫ વર્ષ થી ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ૧૨ જેટલા કર્મચારીઓ ના આઠ મહિલા થી સુપરવાઈઝર તરીકે ના પ્રમોશન અટકી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાર કર્મચારીઓના ના પ્રમોશન ની જાહેરાત થયા બાદ તમામે જરૂરી ડોક્યુમેન્ટ અને વેરીફોકેસન પણ કરાવ્યુ હોવા છતાં હજુ પ્રમોશન ન મળતા કર્મચારીઓ માં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળ્યા મુજબ અધિકારીઓ એક બીજા પર દોષ ના ટોપલા નાંખી આઠ આઠ મહિનાઓ બાદ પણ આ ફિમેલ હેલ્થ વર્કરો ને સુપરવાઈઝર ના પ્રમોશન થી વંચિત રાખ્યા હોય માટે તાત્કાલિક આ તમામ કર્મચારીઓ ને પ્રમોશન અપાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે.જોકે અમુક કર્મચારીઓના જણાવ્યા મુજબ માર્ચ મહિના માં આરોગ્ય અધિકારી એ અમારા પ્રમોશન માટે પત્ર પણ લખ્યો છે પરંતુ ડી.ડી.ઓ. આ માટે હાલ કોરોના નું બહાનું કાઢી રહ્યા છે ત્યારે નર્મદા સિવાયના અમુક જિલ્લાઓ માં કોરોના અને લોકડાઉન વચ્ચે જ અમારા જેવા કર્મચારી ઓને પ્રમોશન અપાયા છે તો શુ ત્યાંના અધિકારીઓને કોરોના નથી નડયું..?! કેમ અમારા ૧૨ કર્મચારીઓ ને જ કોરોના નું બહાનું બતાવી પ્રમોશન થી વંચિત રખાયા છે..?
High light-હાલ લોકડાઉન હોવાથી પ્રમોશન નથી અપાયા: કે.પી.પટેલ(આરોગ્ય અધિકારી,નર્મદા)
High light-નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હાલ ડીડીઓ એ લોકડાઉન ના કારણે પેન્ડિંગ રાખ્યું છે,અને બીજા જિલ્લા માં પ્રમોશન બાબતે પૂછતાં પટેલે એમ કહ્યું કે બીજા જિલ્લાઓ માં સર્વેલન્સ ઓછું થતું હોય આપણે ત્યાં વધુ થાય છે તેવા સમયે જો આ લોકો ને પ્રમોશન આપીએ તો ફિલ્ડ ની કામગીરી કોણ કરે..? અને ફિલ્ડ માટેનો સ્ટાફ ક્યાંથી લાવીએ..?
High light-જોકે ફક્ત ફિલ્ડ ની કામગીરી માટે ૨૫ વર્ષ જુના કર્મચારીઓના પ્રમોશન અટકવવા ની વાત જો જિલ્લા આરોગ્ય અધિકારી કરતા હોય ત્યારે આ વાત ગળે ઉતરે તેમ નથી લાગતી..? તો શું ફિલ્ડ ની કામગીરી માટેજ આ ૧૨ કર્મચારીઓના પ્રમોશન અટક્યા છે..? કે અન્ય કોઈ કારણ છે..? આરોગ્ય અધિકારી પટેલ ના જણાવ્યા મુજબ ડીડીઓ એ લોકડાઉન ના કારણે પેન્ડિંગ રાખ્યું છે તો અન્ય જિલ્લાઓ માં લોકડાઉન વચ્ચે જ પ્રમોશનો કેવી રીતે અપાયા...?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application