ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગારની પ્રવુતી બંધ કરવા જરૂરી સુચના મળતા નર્મદા જીલ્લામાં અસામાજીક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવાના પગલે પો.સ.ઈ. ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન આધારે ગરુડેશ્વર પોલિસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે ગરુડેશ્વર મંદીર ફળીયામાં એક ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમે છે તેવી બાતમી મળતા પો.સ.ઈ.તથા ટિમ સાથે ત્યાં રેઈડ કરતા કુલ જુગાર રમતા નવ જુગરિયાઓ ને ઝડપી લીધા હતા જે પૈકી..
(૧) મેઘજી રામજીભાઈ તડવી, ગરૂડેશ્વર(૨) દિનેશ દલસુખભાઈ તડવી,રહે,ગરૂડેશ્વર તા.ગરુડેશ્વર(૩)ધર્મેન્દ્ર બીપીનભાઈ તડવી,રહે,કલીમકવાણા તા.ગરૂડેશ્વર(૪) યોગેશ દિનેશભાઈ તડવી,રહે,ગરુડેશ્વર,(૫) તુલસીભાઈં સમજીભાઈ તડવી,રહે,ગરુડેશ્વર,(૬)હરેશ રમણભાઈ તડવી,રહે,ગરુડેશ્વર(૭)સતિષ ગોપાળભાઈ તડવી રહે. ગરુડેશ્વર,(૮)હિતેષ ભરતભાઈ તડવી,રહે ગરુડેશ્વર(૯) અશ્વિન ચીમનભાઈ તડવી,રહે,ગરુડેશ્વર તા.ગરૂડેશ્વર ને ઝડપી પાડી તેમની પાસેથી અંગ ઝડતી માંથી કુલ રૂ.૨૪, ૯૬૦/-તથા દાવ ઉપરના રૂ.૯,૨૦૦/- તથા મોબાઈલ નંગ-પાંચ જેની કુલ કી.રૂ.૪૨૦૦/-મળી કુલ રૂ.૩૮,૩૬૦ /- ના મુદામાલ સાથે અટક કરી ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500