તાપીમિત્ર ન્યુઝ,સુરત:શહેરમાં લોહીના સંબંધોની હત્યાનો હીચકારો બનાવ નોંધાયો છે.એક પુત્રએ જ પિતાને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધાના સમાચારથી લોકો હેબતાઈ ગયા છે.હત્યારો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હતો અને કહેવાય છે કે તેને દારૂના રૂપિયા આપવાની ના પાડવામાં આવતા તેણે ગુસ્સામાં આવીને આ ઘાતક પગલું ભર્યું.
મળતી માહિતી મુજબ મૂળ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના જળગાંવના રહીશ અને સુરતના ગણેશ મહોલ્લા, સીમાડા ગામમાં રહેતા સુખદેવ રાઠે (૬૨) મોચી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતાં.ઘટના ઘટી ત્યારે તેમના પત્ની બહાર ગયા હતાં.માનસિક રીતે અસ્વસ્થ પુત્ર મધુકર (૩૫) તે સમયે ઘરમાં હતો.પુત્રએ દારૂના રૂપિયા માંગ્યા અને પિતાએ પુત્રને દારૂ પીવા માટે રૂપિયા આપવાની ના પાડતા તેણે મોચીકામ કરવાના ઓજારથી જ પિતાની ઘાતકી હત્યા કરી નાખી.પુત્રએ ભાગવાની કોશિશ કરી પરંતુ રફુચક્કર થઈ જાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application