Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એમઆરપી કરતા વધુ ભાવ લેતા ૧૫૭ દુકાનદારો પાસેથી ૨.૫ લાખનો દંડ વસુલ કરાયો

  • May 02, 2020 

સંદીપ પ્રજાપતિ દ્વારા વલસાડ:માર્ચ-૨૦૨૦ તથા એપ્રિલ-૨૦૨૦ના સમયગાળા દરમ્‍યાન કોરોના વાઇરસની વિશ્વવ્‍યાપી મહામારીના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્‍યું છે.આ વિકટ સમય દરમ્‍યાન ગ્રાહકોને એમઆરપી મુજબ જરૂરી આવશ્‍યક ચીજ વસ્‍તુઓ મળી રહે તે માટે ધી લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ અને ધી ગુજરાત લીગલ મેટ્રોલીજી(એન્‍ફોર્સમેન્‍ટ) રુલ્‍સ-૨૦૧૧ જે મુજબ એમઆરપી કરતા વધુ કિંમત લેવી દંડનીય ગુનો છે. મદદનીશ નિયંત્રક કાનુનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની કચેરી વલસાડ દ્વારા માર્ચ અને એપ્રિલ, ૨૦૨૦ના સમયગાળા દરમિયાન વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના શહેરી વિસ્‍તાર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઓચિંતિ મુલાકાત તેમજ મોબાઇલની કામગીરી સતત ચાલુ રાખી અનાજ કરીયાણા, મેડિકલ સ્‍ટોર, ડેરીપાર્લર જેવા એકમો ઉપર એમઆરપી કરતા વધુ કિંમત લેવા બદલ તથા લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ના ભંગ બદલ કુલ-૧૫૭ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા ૨,૫૦,૯૦૦ માંડવાળ ફી વસુલ કરી સરકારશ્રીમાં જમાં કરવામાં આવી છે. ઉપરોકત કામગીરી નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગુજરાત રાજય ગાંધીનગર તથા કલેકટર વલસાડના આદેશ તથા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application