ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:લોકડાઉન ના લીધે સામાન્ય જનજીવન ઉપર તેની માઠી અસર પડી છે,લોકો કામકાજ વિહોણા થયા છે જેથી આર્થિક સંકડામણ અનુભવી રહયા છે. કેટલાક લોકો પાસે બે ટંક નું જમવાનું પણ નસીબ નથી.જોકે સમાજ મા દાતાઓ પણ ગરીબ લોકોની સેવા કરવા આગળ આવ્યા છે. જે આપણી ભારતીય સંસ્કૃતિ નો ખરું દર્શન કરાવે છે. રાજપીપળા ના જાની પાયગા વિસ્તારમાં રહેતી શબનમ મહેબૂબભાઈ કડીવાલા ન્યૂ રાજ ઓટોમોબાઈલ્સ વાળાની સુપુત્રી છે પોતે ઉચ્ચ અભ્યાસ કરી વડોદરા ના તરસાલી ખાતે આઈ.ટી.આઈ. મા પ્રોફેસર તરીકે ની ફરજ બજાવે છે. એમ.ટેક.સુધી નોઅભ્યાસ કરેલ આ યુવતી દેશ મા આજે જયારે કોરોના મહામારી ના નામે પણ કોમવાદ અને કોમી વૈમનસ્ય ફેલાવાઇ રહયું છે ત્યારે નાતજાત ને અભરાઈએ ચઢાવી ગરીબ લોકોની વહારે આવી છે. શબનમ કડીવાલા એ પોતાના પગાર માથી બચાવેલા રુપિયા થી ગરીબો ને 500 જેટલી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ ની કીટ બનાવી તેનુ હિન્દુ મુસ્લિમ બન્ને સંપ્રદાયના ગરીબ લોકો મા વિતરણ કર્યુ હતુ. હાલ લોકડાઉન જાહેર થયો હોય અને સરકાર દ્વારા નિયત કરાયેલ નિયમો નુ પાલન કરી ઘર મા રહો અને સુરક્ષિત રહો નો સંદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application