તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તાપી જિલ્લામાં પાંચ વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારોના પરવાના મોકૂફ કરવામાં આવ્યા છે.તાપી જિલ્લામાં તા.૦૧/૦૩/૨૦૧૮ થી તમામ વ્યાજબી ભાવની દુકાનોમાં આધાર આધારિત વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.જે અન્વયે દરેક રેશનકાર્ડધારકોને આધારકાર્ડ બેઇઝ અનાજ અને કેરોસીનનો જથ્થો વિતરણ કરવામાં આવે છે.જે અંતર્ગત જે વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો દ્વારા યોગ્ય રીતે સિસ્ટમ મુજબ જથ્થો વિતરણ ન કરતા વધુ પ્રમાણમાં ઓફલાઇન વિતરણ તેમજ આધારકાર્ડ ફેઇલ એટેમ્પટથી વિતરણ કરવામાં આવ્યું હતું તેવા દુકાનદારોની આકસ્મિક ચકાસણી કરતા પાંચ દુકાનોમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ ધ્યાને આવતા દુકાનદારોના પરવાના મોકૂફ કરવામાં આવ્યા છે.
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઉચ્છલ તાલુકાના વડગામના દુકાનદાર દેવીદાસભાઇ ફુલજીભાઇ વસાવાનો પરવાનો ૯૦ દિવસ,બેજ તા.કુકરમુન્ડા, જિ.તાપીના દુકાનદાર રવિન્દ્રભાઇ ગંગારામભાઇ વળવીનો પરવાનો ૯૦ દિવસ, અંધાત્રી તા. વાલોડ જિ. તાપીના દુકાનદાર ઇશ્વરભાઇ હિરાભાઇ પટેલનો પરવાનો ૬૦ દિવસ, ઉચ્છલ તાલુકાના કરોડ ગામના દુકાનદાર ગોવિંદભાઇ રામજીભાઇ વળવીનો પરવાનો ૬૦ અને લક્ષ્મીખેડા તા. નિઝરના દુકાનદાર સંજયભાઇ જાલમસિંગભાઇ વળવીનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી રસિલાબેન રાયકા તરફથી જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application