તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૨૭મી,મેના રોજ વ્યારા તાલુકાના કસવાવ ગામે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમને અનુલક્ષીને તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સમાહર્તા એન.કે. ડામોરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પત્રકારોને સંબોધતા જિલ્લા કલેકટર ડામોરે તા.૨૭મી, મેના રોજ કસવાવ ખાતે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે,તા.૨૭મી, મેના રોજ વ્યારા તાલુકાના કસવાવ ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સુજલામ સુફલામ જળ સંચય કાર્યક્રમ અન્વયે કસવાવ ગામ તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.તેમણે મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગે વાત કરતા જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.આ ઉપરાંત વ્યારા ખાતે મીંઢોળા નદી પર બનાવવામાં આવેલા રિવર ફ્રન્ટનું લોકાર્પણ, પોલીસ આવાસ નિગમ દ્વારા વ્યારા ખાતે બનાવવામાં આવેલા પોલીસ ક્વાર્ટ,ડૉલવણ પોલીસ સ્ટેશનનું નવનિર્મિતમકાન અને વાલોડ ખાતે બનાવવામાં આવેલા નવા પોલીસ સ્ટેશન અને પોલીસ કવાર્ટર્સનું પણ લોકાર્પણ કરશે એમ જણાવ્યું હતું.વધુમાં તેમણે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,તાપી જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ૪૩૦ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું.જે પૈકી ૧૧૨ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે જયારે ૩૧૮ કામો પ્રગતિ હેઠળ છે જે આગામી તા. ૩૧મી, મે સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે એમ ઉમેર્યું હતું.
high light-high light- tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો.......
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500