Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૯/૦૪/૨૦૨૦ના રોજ ૬૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૧૦, જલાલપોર- ૧૧, ગણદેવી- ૧૪, ચીખલી- ૨૭, ખેરગામ-૦૨ વાંસદા-૦૩ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૯૩૧ સેમ્પલ પૈકી ૮૫૨ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૭૨ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. આજે જિલ્લામાં ત્રણ પોઝીટીવ કેસ નોîધાયા છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧૩,૫૮,૬૪૨ વસ્તીને આવરી લેવામાં આવી છે. નવસારી જિલ્લામાં આંતલીયા, અંબાડા અને હાંસાપોરમાં નોîધાયેલ દર્દીઅોના પાંચ દિવસ બાદ બીજીવાર સેમ્પલ લેવામાં આવેલ જે નેગેટીવ રિપોર્ટ મળેલ ત્યારબાદ ૨૪ કલાકની અંદર ત્રીજીવાર સેમ્પલ લેતા આંતલીયાના દર્દીનો રિપોર્ટ પોઝીટીવ અને અંબાડાના દર્દીનો રિપોર્ટ નેગેટીવ મળેલ છે. જયારે હાંસાપોરના દર્દીનો રિપોર્ટ બાકી છે. જિલ્લામાં કુલ-૦૩ કોવિડ-૧૯ હોસ્પિટલ છે. જેમાં સિવિલ હોસ્પિટલ, યશફીન હોસ્પિટલ અને ઉદિત હોસ્પિટલ વાંસદાને માન્ય રાખવામાં આવી છે. ત્રણ હોસ્પિટલ મળીને કુલ-૩૦૦ આઇસોલેશન બેડ તથા ૩૦ આઇ.સી.યુ.બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૭ પોઝીટીવ કેસ નોધાયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application