તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સમગ્ર દેશ માં વધી રહેલા પેટ્રોલ ડીઝલ ના ભાવો ને પગલે કોંગ્રેશ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું હતું.જેમાં તાપી જિલ્લા ના વ્યારા ખાતે માજી કેન્દ્રીય મંત્રી ની અધ્યક્ષતામાં માં લારીઓ પર બાઈકો મૂકી તેમજ સાયકલ અને પગપાળા ચાલી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવના મુદ્દે કોંગ્રેસ તરફથી રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.જેના માટે કોંગ્રેસ તરફથી તાપી જિલ્લા ના વ્યારા ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેના માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રસ્તા પર આવીને ભારે વિરોધ કરી રહ્યા છે.આ મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.દિવસે દિવસે વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવો અને દિન પ્રતિદિન વધી રહેલ મોંઘવારી ના મુદ્દે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લાના વડા મથક વ્યારા ખાતે હાથ લારી પર મોટરસાઇકલો મૂકી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યોઓ એ સાઇકલ પર રેલી કાઢી કેન્દ્રની ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી તેમજ વ્યારા અને નિઝર કોંગ્રેસ ના ધારાસભ્ય સહીત તાપી જિલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ વ્યક્ત કર્યો હતો.
high light- tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો.......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application