ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:જીલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંહ (IPS) એ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ અનુસંધાને દેશવ્યાપી લોકડાઉન હોય અને વાયરસ નો પ્રકોપ વધે નહીં તેવા હેતુ થી નર્મદા ના જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ બહાર પાડેલા જાહેરનામા નુ પ્રજા અમલ કરે અને સુરક્ષીત રહે તેવા હેતુથી જીલ્લા પોલીસ ને સુચના આપી હતી. છતાં કેટલાંક પોતાની મનમાની કરી જાહેરનામા નો ભંગ કરી કાયદા ના લીરેલીરા ઉડાવતાં જણાયા હતા તેવા ઇસમો સામે જાહેરનામા ભંગ બદલ પોલીસે આકરું વલણ અપનાવ્યું હતું.
તા.૨૫/૦૩/ર૦ર૦ થી તા.૨૮/૦૪/૨૦૨૦ સુધી કુલ-૫૯૩ કેસો કરવામાં આવેલ જે પૈકી ડ્રોન દ્વારા કુલ-૩૮ તથા સીસીટીવી ના કુલ-૩૪ કેસો સહિત કુલ-૧૧૬૭ ઇસમોને અટક કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ લોકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતા તા.૨૫/૦૩/૨૦૨૦ થી આજદિન સુધી કુલ-૧૦૦૭ વાહનો ડીટેઇન કરી કુલ-૨,૧૬,૦૦૦/-નો દડ વસુલવામાં આવ્યો હતો. એક તબક્કે રાજપીપળા શહેર પોલીસ સ્ટેશન નુ કંપાઉન્ડ બાઈક ના શોરૂમ મા ફેરવાઈ ગયું હતું અને અને ડીટેઈન કરેલાં વાહનો મુકવા માટે જગ્યા ઓછી પડવા માંડી હતી.
નર્મદા પોલીસ દ્વારા જાહેર જનતા માટે જ આ કડક કાયદાનું પાલન કરાવવા કટીબધ્ધ છે. તેમજ કોરોના વાયરસથી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારશ્રીના ફરમાન ને માન મળી રહે તેના સંપુર્ણ પ્રયાસો કરવા નર્મદા પોલીસ સતત તત્પરતા દાખવી હતી. સામાન્ય રીતે પોલીસ ની કાર્યવાહી મા રાજકીય દબાણો અને ભલામણો આડખીલીરુપ બનતી હોય છે, પણ જીલ્લા પોલીસ વડા જ્યારે કડક હોય ત્યારે તેમના તાબા હેઠળ ની પોલીસ કામગીરી કરવામા મોકળાશ અનુભવતી હોય છે, અને કોઈ ની પણ શરમ રાખ્યા વગર એકશન લેતી હોય છે અને પરિણામે કાયદા ને ચણા-મમરા સમજતા અને અગમ્ય કેફ મા રાખતાં લોકો પણ ભાનમા આવી જતાં હોય છે.
high light-ડ્રોન દ્વારા કુલ-૩૮ તથા સીસીટીવી ના કુલ-૩૪ કેસો સહિત કુલ-૧૧૬૭ ઇસમોને અટક કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application