ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જીલ્લા ના મુખ્ય મથક રાજપીપળા ખાતે કોવીડ-19 ના દર્દીઓ ની સારવાર માટે બનાવેલા આઈસોલેશન હોસ્પીટલ મા થી આજે એક શાથે 9 દર્દીઓ ને મુક્ત કરાતાં જીલ્લા ની પ્રજા ને હાશકારો અનુભવ્યો હતો. સારવાર લઈ રહેલાં કુલ 11 દર્દીઓ પૈકી 9 દર્દીઓ ના રીપોર્ટ નેગેટીવ આવતા તેઓ ને આરોગ્ય વિભાગ દ્વારા તેઓ ને ડીસ્ચાર્જ આપવાનું નક્કી કરાયું હતું. આજે 29 એપ્રિલ ના રોજ અત્રે ની કોવીડ-19 આયુર્વેદિક હોસ્પીટલે થી સ્વાગત સાથે વિદાય આપવામા આવી હતી. સાજા થયેલા તમામ દર્દીઓ ને આરોગ્ય વિભાગ ના વાહનો મા તેમના ગંતવ્ય સ્થાન સુધી મુકવામાં આવ્યા હતા. વિદાય લેતા તમામ દર્દીઓ એ આરોગ્ય વિભાગ અને હેલ્થવર્કરો નો આભાર માન્યો હતો અને ડર કે ગભરામણ રાખ્યા વગર આ બિમારી નો સામનો કરવાનો લોકો ને સંદેશો આપવામા આવ્યો હતો.
નર્મદા જીલ્લા ના પ્રથમ દર્દી કીરણ ભાઈ દ્વારા જણાવાયુ હતું કે સારવારની શાથે તમે મનોબળ મક્કમ રાખશો તો ઝડપ થી સાજા થઈ શકશો. રજા પામેલા દર્દીઓ પૈકી આરોગ્ય વિભાગ મા ડ્રાયવર તરીકે ભરુચ ખાતે ફરજ બજાવતા અને મુળ રાજપીપળા રજપૂત ફળીયા ના રહેવાશી મહેન્દ્રસિંહ રાવલજી નુ તેમના વિસ્તાર ના રહીશો દ્રારા ફુલો અને તાળીઓ વગાડી સ્વાગત કરવામા આવ્યુ હતુ. હાલ મા હવે માત્ર નર્મદા જીલ્લા ખાતે ભદામ ગામ ના શ્રેયાબેન પટેલ સારવાર હેઠળ છે, અને અન્ય એક મહીલા વૃદ્ધ દર્દી વડોદરા ના ગોત્રી ખાતે સારવાર હેઠળ છે.નર્મદા જિલ્લામાં 70 હજાર સિનિયર સિટીઝનો માંથી 40 હજાર જેટલા સિનિયર સિટીઝનોનું આરોગ્ય ટીમ દ્વારા સ્ક્રીનિગ કરાયું છે.રાજપીપળા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હાલમાં ફલૂ ઓપીડી ચાલે છે.જે કોરોના દર્દીઓને રજા અપાઈ છે એમના વિસ્તારને 30 મી તારીખે કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્તિ અપાશે.
High light-સાજા થયેલાં દર્દીઓ નુ સ્વાગત કરાયુ, શાથે મેડીકલ ટીમ નુ પણ આભાર વ્યક્ત કરાયુ.
High light-કોરોના મુક્ત થવા મા નર્મદા જીલ્લા આડે હવે માત્ર બે કેસ સારવાર હેઠળ.
High light-કોણે અને ક્યાંના દર્દીઓએ કોરોનાને હરાવ્યો,એક નજર
(1) કિરણ બાબર (ગરુડેશ્વર, ખડગડા)
(2) સરસ્વતી જાધવ (ડેડીયાપાડા)
(3) મેઘના ગુરુદત્ત દવે (રાજપીપળા)
(4) મહેન્દ્રસિંહ સત્યનારાયણ સિંહ રાઉલજી (રાજપીપળા)
(5) સતીશભાઈ મંગાભાઈ વસાવા (કુંવરપરા)
(6) રંજનબેન દેવેન્દ્રભાઈ તડવી (કોલીવાડ, રાજપીપળા),
(7) જેઠીયા મૂજાભાઈ વસાવા (ડેડીયાપાડા),
(8) શકુંતલાબેન નારસિંગ વસાવા (ભૂતબેડા),
(9) એહમદ અબ્બાસ મલેક (સેલંબા,સાગબારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application