ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:Covid-19 ના કેસનું લોકલ ટ્રાન્સમિશન અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન વધારતા નર્મદા જિલ્લા ના કેટલાક ગામોના મુખ્ય રસ્તા બંધ કરી દેવાયા છે, હંમેશા ની જેમ આવી પરિસ્થિતિ માં પણ સતત સેવા આપતી ઈમરજન્સી 108 માટે પણ માર્ગો બંધ થતાં ઘણી તકલીફ જણાય રહી છે અને ડિલિવરી ના દર્દી તેમજ બીજી બીમારીઓ થી પીડાતા દર્દીઓને લાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કેટલાક ગામો માં મુખ્ય રસ્તાઓ પર વીજ થાંભલા,કાંટા,માટીના ઢગલા, તેમજ પથ્થર નાખી રસ્તા બંધ કરી લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા gvk emri 108 ના ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન (EMT) તેમજ પાયલોટ (ડ્રાઈવર )એમ્બ્યુલન્સ માંથી નીચે ઉતરી જાતે રસ્તા પરના અવરોધો હટાવી દર્દી સુધી પોહચે છે અને પોતાની સમાજ પ્રત્યેની નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.આવા સોલ્જર સમાન gvk emri 108 ના ફ્રન્ટલાઈન ના યોદ્ધા emt અને pilotની કામગીરી સાચેજ બિરદાવવા લાયક છે. નર્મદા gvk emri 108 જિલ્લાના તમામ નાગરિકોને ઘરમાં રહી સુરક્ષીત રહેવાની અપીલ કરે છે તેમજ આ રીતે ગામના મુખ્ય રસ્તા બંધ નહિ કરવા માટે દરેક ગ્રામ પંચાયતના સરપંચોને પણ સહયોગ આપવા વિનંતી કરે છે જેથી covid-19 કે તે સિવાયની અન્ય બીજી કોઈ પણ emergency ડિલિવરી કેસ તેમજ અન્ય બીમારીને gvk emri 108 દ્વારા સમયસર હોસ્પિટલ ખસેડી તેમનો પણ જીવ બચાવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application