ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:હાલમાં સમગ્ર દેશમાં COVID-19 કોરોના વાયરસ એક ગંભીર બાબત છે ત્યારે સરકાર સહિત સ્થાનિક તંત્ર આ માટે સતત કામગીરીમાં પોરવાયેલું હોય દેશમાં કોરોના વાયરસના કેસ ન વધે અને લોકો ના મોત ની સંખ્યા પણ ન વધે તે બાબતે જેતે જિલ્લાનું તંત્ર રાત દિવસ પ્રયાસ કરી રહ્યું છે. જેમાં નર્મદા જિલ્લા પોલીસ, આરોગ્ય વિભાગ રાજપીપળા નગરપાલિકા સહિત ની ટિમો આ માટે સક્રિય કામગીરી કરે છે ત્યારે લોકડાઉન માં કેટલાક તત્વો ઘરમાં બેઠા બેઠા સોશીયલ મીડીયા ઉપર ખોટી અફવાઓ તથા ગેરમાર્ગે દોરતા મેસેજ અથવા કોઇ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય તથા બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણી જનક મેસેજ કે કોમેન્ટ કરી હોય તેવી કોઇ પણ પોસ્ટ પોતાના* *ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ,ટવીટર અથવા કોઇપણ સોશીયલ નેટવર્કિંગ સાઇટ ઉપર પોસ્ટ નહી કરવા અથવા તેને શેર કે અન્ય વ્યક્તિ દ્વારા પોસ્ટ નહી કરવા ડી.જી.પી.ગુ.રા. દ્વારા તેમજ આઇ.જી.પી.વડોદરા વિભાગ તરફથી સુચના આપવામાં આવી હતી સાથે આવી પ્રવૃતિ કરનાર વ્યક્તિ ઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સુચના હોય જેના પગલે હિમકર સિંહ,પોલીસ વડા, નર્મદા ની સુચના હેઠળ સોશીયલ મીડીયા મોનીટરીંગની કામગીરી નર્મદા એલ.સી.બી.ને સોંપવામાં આવી હોય જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી.બી.તથા ટીમ દ્વારા સોશીયલ મીડીયા મોનીટરીંગ ની કામગીરી દરમ્યાન ચિરાગ ઈશ્વરભાઈ કોળી પટેલ, રહે.પન્નાલાલ સ્ટ્રીટ,નવાપરા, રાજપીપળા નામના વ્યક્તિ એ પોતાના ફેસબુક એકાઉન્ટમાં હિન્દુ-મુસ્લીમ કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય અને હિન્દુ-મુસ્લીમ એકતાને નુકસાન થાય અને કોઇ ધર્મની લાગણી દુભાઇ તે રીતે સોશ્યલ મિડીયામાં મેસેજ વાયરલ કરી ગુનાહિત કૃત્ય કર્યુ હોવાનું જાણવા મળતા આ ફેસબુક ઍકાઉન્ટ યુઝર વિરૂધ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application