Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટો-રાવજીઓને આમંત્રિત કરાયા

  • February 20, 2024 

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મંત્રી નરેન્દ્ર મોદીની તેમજ હજારો સાધુ સંતોની ઉપસ્થિતમાં શ્રીરામ મંદિરની શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરી રામલલ્લાને મંદિરમાં બિરાજમાન કરાયા હતા. તે શુભ ઘડીનો સાક્ષી સમગ્ર દેશ રહ્યો છે. જોકે વર્ષોથી ઈતિહાસને પોતાની વહીપોથીમાં સાચવાનું કામ વહીવંચા બારોટ કરે છે. તેમની પવિત્ર પૌરાણિક વહીપોથી ચોપડાઓઓમાં આ ઐતિહાસિક ઘટના લખાય અને તે હજારો વર્ષ સુધી વંચાય તે માટે વંશાવલી સંરક્ષણ એવમ સર્વધન સંસ્થા તેમજ બનાસકાંઠામાં વસતા પ્રભુ શ્રીરામના પુત્ર કુશના વંશજોએ નીર્ધાર કર્યો હતો.


જેથી પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટ-રાવજીઓને આમંત્રિત કરાયા હતા. ગુજરાત અને રાજસ્થાનમાં વસતા અને સદીઓઓથી વંશાવલી લખવાનું કામ કરતા બરોટજીઓ આ પ્રસંગે પોતાની પાસે રહેલા અને વર્ષોથી ઇતિહાસ સાચવીને રખાયેલ પૌરાણિક વહીપોથીઓ લઈને આવ્યા હતા. જ્યાં અનંત શ્રી વિભુષિત શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર સ્વામીશ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ, પ.પૂ. મહંત શ્રી સુખદેવાનંદજી મહારાજ સહિત સાધુ, સંતો તેમજ ભગવાન શ્રીરામના પુત્ર કુશના વંશજો તેમજ બનાસકાંઠાના રાજપરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


જ્યાં બારોટજીઓએ તેમના વહીપોથી ચોપડાઓ ખોલીને તેનું પૂજન કર્યું હતું. ત્યાર બાદ 251 બરોટજીઓએ એકસાથે તેમના ચોપડાઓમાં અયોધ્યામાં થયેલ 22મી જાન્યુઆરીએ થયેલ ભગવાન શ્રીરામની ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠાનો લેખ લખ્યો હતો. જેમાં આ ઐતિહાસિક લેખના સાક્ષી તરીકે સમસ્ત અગિયાર ગામ કુશવાહ ડાભી જાગીરદાર દરબાર સમાજનું નામ સાક્ષી તરીકે અંકિત કર્યું હતું. જેના પ્રત્યક્ષ સાક્ષીઓ સાધુ સંતો બન્યા હતા, જે બાદ બરોટજીઓએ પોતાની પોતાની વહીપોથીનું પૂજન કર્યું હતું. જેને લઈને ભગવાનશ્રી રામના પુત્ર કુશના વંશજો અને બારોટ-રાવજીઓએ માં સરસ્વતી અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.


બારોટજીઓએ હજારો વર્ષોનો ઇતિહાસ સાચવીને રાખેલી પોતાની વહીપોથીમાં શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠાનો લેખ લખી પોતાના સમાજને ધન્યતા પ્રાપ્ત થઈ હોવાનું ગણાવ્યું હતું. તો અગિયાર ગામ કુશવાહ ડાભી જાગીરદાર દરબાર સમાજ દ્વારા બરોટજીઓને સાફો પહેરાવીને રામમુદ્રા આપીને ગુપ્તદાન આપી તેમનું બહુમાન કર્યું હતું.   ઉલ્લેખનીય છે કે ગુજરાત અને રાજસ્થાનમાં વસતા બારોટો વર્ષોથી અનેક સમાજો તેમજ રાજા રજવાડા અને ભગવાનશ્રી રામની વંશાવલી સંઘરીને ઈતિહાસને ઉજાગર કરવા અને તેને સંઘરી રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.


ત્યારે આજે એક સાથે 251 બારોટજીઓની વહીપોથીમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ લખતા એક નવો ઇતિહાસ રચાયો હતો. આ પ્રસંગે વાવના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, આજે પૂજનીય બારોટજીઓ દ્વારા પોતાની વહીપોથીમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાનું લેખન કરાયું જે ઐતિહાસિક ક્ષણ બની રહ્યું છે. તો  અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવન સર્વેક્ષણ સંસ્થાના ઉપાધ્યક્ષ શંભુજી બારોટે કહ્યું કે, આજે અગિયાર ગામ કુશવાહ ડાભી સમાજ દ્વારા 251 બરોટજીઓની વહીપોથીનું પૂજન કરાવીને શ્રીરામ પ્રતિષ્ઠાનો લેખ લખવડાવ્યો હતા. લેખ લખનાર કિશોરભાઈ બારોટે કહ્યું કે, અમે આજે 251 બરોટજીઓએ પોતાની વહીપોથીમાં શ્રીરામ લખ્યું છે. તો જયંતીભાઈ બારોટે કહ્યું કે, અમે વર્ષોથી ઇતિહાસ સાચવવાનું કામ કરીએ છીએ. જોકે આજે અમારી વહીપોથીઓ ધન્ય થઈ ગઈ.   ભગવાન રામના પુત્ર કુશના વંશજો દેવીસિંગ ડાભીએ જણાવ્યું કે, આજે 251 બરોટજીઓ, સાધુ સંતોની ઉપસ્થિતમાં ઐતિહાસિક કાર્ય કરાયું. અમે ભગવાન શ્રીરામના પુત્રના વંશજો છીએ અમે આજે 251 બરોટજીની વહીપોથીમાં શ્રીરામ લખાવ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application