તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણના બામણામાળદૂર ગામમાં પ્રેમીપંખિડા એ સાથે જીવનનો અંત આણવાના નિશ્ચય સાથે ભેગા થઇ આંબલી ના ઝાડની ડાળીએ નયલોનની દોરી બાંધીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ઘટનાની જાણ પોલિસ ને થતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.બંનેના મૃતદેહને વ્યારા રેફરલ હોસ્પિસ્ટલમાં લવાયા હતા.
મળતી વિગતો અનુસાર તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ભંડારવાડ માં રહેતો કૌશલકુમાર ગણેશભાઈ ચૌધરી (ઉ.વ.૧૮) ની ૧૫ વર્ષીય સગીરવયની કિશોરી સાથે આંખ મળી ગઇ હતી.જેમણે તા.૨૩મી મે ના રોજ,ડોલવણના બામણામાળદૂર ગામે આવેલ એક સ્ટોન ક્વોરીની સામે આવેલ આંબલી ના ઝાડની ડાળખી સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો.આજે સવારે બંને પ્રેમીપંખિડાઓને ઝાડની ડાળખી સાથે ઉપર લટકાતા જોઇને સગીરા ના મામા એ ડોલવણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.સ્થળ પરથી બાઈક અને ચપ્પલો પણ મળી આવ્યા હતા.બંનેના મૃતદેહો ને આંબલી ના ઝાડ ઉપરથી ઉતારવામાં આવ્યા હતા.ત્યાર બાદ પીએમ માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા.બનાવ અંગે વિજયભાઈ પ્રતાપભાઈ ચૌધરી (રહે,પેલાડ ફળીયું,ડોલવણ) નાઓએ ડોલવણ પોલીસ મથકે જાણ કરી હતી જેના આધારે પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે આગળની વધુ તપાસ અહેકો ધર્મેશભાઈ મગનભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application