Tapi mitra News-કોવિડ-૧૯ એ આખી દુનિયાને હચમચાવી નાંખ્યું છે. આરોગ્યક્ષેત્રે અતિ સમૃધ્ધ દેશો પણ કોરોના વાઇરસ સામે વામણા પુરવાર થયા છે. કોરોના વાઇરસ સામેના જંગમાં ભારતના પ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદ ચિકિત્સા કારગત નીવડી રહી છે. ભારત પાસે આયુર્વેદનો ખજાનો છે. અનેક રોગો સામે પ્રતિકાર કરવામાં આયુર્વેદ જડીબુટ્ટી સાબિત થઇ છે. કોરાના વાઇરસ સામે રોગપ્રતિકારક શકિત મેળવવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ નિયામકશ્રી આયુષ ગાંધીનગર દ્વારા અમૃત પેય ઉકાળો, શંશમનીવટી તેમજ આર્સેનિક આલ્બમનું વિતરણ કરવા જણાવ્યું છે.
વલસાડ જિલ્લામાં પણ કોવિદ-૧૯ એ આંશિક રીતે પગ પેસારો કર્યો છે. પણ તે માટે વહીવટીતંત્ર સત્ર્જ છે. કોરાના પ્રતિરોધક દવા અને ઉકાળાનું વિતરણ વલસાડ જિલ્લામાં કરવામાં આવી રહયું છે. વલસાડ જિલ્લા આજ દિન સુધીમાં અમૃત પેય ઉકાળા ૨,૯૩,૧૧૦ લોકોને પીવડાવવામાં આવ્યા છે. શંશમનીવટી ૮૬,૨૩૦ લોકોને તથા હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૧.૫૬ લાખ લોકોને આપવામાં આવી છે. જિલ્લામાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ૧૮-આયુર્વેદ દવાખાના અને ૯- હોમિયોપેથી દવાખાના કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, આયુર્વેદ/હોમિયોપેથી વિભાગ દ્વારા નિમાયેલા ડૉકટર્સ દ્વારા જિલ્લાના આઠ જેટલા કોરેન્ટાઇન સેન્ટર ખાતે દાખલ કરાયેલા દર્દીઓને ઉકાળો અને દવાઓનું સાત દિવસ સુધી વિતરણ કરવામાં આવે છે. કોરેન્ટાઇન થયેલા ૧૦૦ થી વધુ દાખલ દર્દીઓને આયુર્વેદ/ હોમિયોપેથી દવાની સરવાર થકી નેગેટીવ રીપોર્ટ આવ્યો છે. વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. મનહરભાઇ ચૌધરી જણાવે છે કે, કોરાનાની મહામારી સામે રોગ પ્રતિકારક શકિત વધે તે માટે આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર આયુર્વેદ/ હોમિયોપેથી દવાઓ લેવા જણાવાયું છે. (૧) શંશમવટી -૨ ગોળી સવાર- સાંજ હુંફાળા પાણી સાથે(૨) દશમૂલ કવાથ, પથ્યાદિ કવાથ- ૪૦ મીલી સાથે ત્રિકૂટ ચૂર્ણ ઉકાળો - ૭ દિવસ (૩) હોમિયોપેથી આર્સેનિક આલ્બમ -૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર-સાંજ -૪ દિવસ સુધી લેવી આ દવાઓ આપની નજીક આવેલા સરકારી આયુર્વેદ /હોમિયોપેથી દવાખાના, હોસ્પિટલમાં વિના મૂલ્યે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન આપવામાં આવી રહી છે. જેનો જાહેર જનતાને લાભ લેવા જણાવ્યું છે.
આ ઉપરાંત ઘર આંગણે મળતા ઔષધો જેવા કે (૧) તજ, મરી, સુંઠ, તુલસીપાન કાળી દ્રાક્ષનો ઉકાળો દિવસમાં બે વાર પીવો (૨) એક ગ્લાસ દુધમાં એક ચમચી હળદર નાંખીને (ગોલ્ડન મીલ્ક) પીવું (૩) દિવસ દરમિયાન હુંફાળું ગરમ પાણી પીવું (૪) ગરમ પાણીમાં અજમો ફુદીનો નાંખીને નાસ લેવો (૫) નિયમિત ૩૦ મિનિટ યોગ-પ્રાણાયમ કરવું જોઇએ. આજે જ્યારે કોરાના વાઇરસ માટે કોઇ દવાની શોધ નથી થઇ ત્યારે આયુર્વેદ/હોમિયોપોથી દવા રામબાણ ઇલાજ બની રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500