ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:રાજપીપળા નગરપાલિકા વોર્ડ મા આવેલા વડ ફળીયા વિસ્તાર મા સ્ક્રેપ ના વહેપારી ને ત્યાં નગરપાલિકા ના નળ કનેકશન મા થી સાપોલીયા ના બચ્ચાં નો લોચો નિકળી આવતાં નગરપાલિકા ની ગંભીર બેદરકારી સામે આવી જવા પામી હતી. કોરોના વાયરસ મહામારી વચ્ચે નગરજનોને પીવા માટે આપવામા આવતાં પાણી ના પુરવઠા મા સાંપ ના કણ નો જથ્થો નિકળી આવતાં વડ ફળીયા વિસ્તાર ના રહીશો ના જીવ તાળવે ચોંટી ગયા હતા, તેઓ આ બાબત ની જાણ વોર્ડ ના ચુંટાયેલા સભ્ય ને કરી હતી અને તેમને બોલાવી ને આ બાબત ની ફરિયાદ કરતા તેઓ એ ચીફ ઓફિસર ને ફોન કરી આ બાબત ની રજુઆત કરતાં ચીફ ઓફિસરે પોતે હાલ મળી શકે તેમ નથી જણાવી હાથ ખંખેરી નાંખ્યાં હતાં. અને શાથે શાથે જણાવ્યું હતું કે અગાઉ પણ મારા વોર્ડ મા કબુતર ના પીંછા નિકળ્યાં હતા અને ચીફ ઓફિસર ને તે વખતે પણ જાણ કરી પગલાં ભરવા જણાવાયું હતું પરંતુ ત્યારે પણ ચીફ ઓફિસર શ્રી નુ આજ વલણ રહ્યુ હતું.આમ નગરપાલિકા રાજપીપળા ના મુખ્ય અધિકારી નુ આપખુદ અને સામંતશાહી વલણ લોકશાહી ને અનુકુળ ન હોવાથી જીલ્લા કલેક્ટર શ્રી પ્રજા ને પડતી હાલાકી બાબતે દરમિયાનગીરી કરે અને મુખ્ય અધિકારી ને સુચના આપે કે બીજું તો કંઈ નહીં પણ પીવાના પાણી જેવી મુળભૂત સમસ્યા નો નિકાલ તો કરવુજ રહ્યુ અન્યથા પ્રજા નગરપાલિકા ના દ્રારે આ બાબત ની રજુઆત કરવા ધરણા કરવા આવવા મજબૂર બને તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application