Tapi mitra News-સરકારશ્રીની સૂચના અનુસાર વલસાડ જિલ્લામાં માર્કેટ/ માર્કેટ કોમ્પ્લેક્ષ સિવાયની નાના-મોટા દુકાનદારો, ધંધો વ્યવસાયકારોની દુકાન ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી છે. જિલ્લાના અલગ-અલગ શહેરોમાં કે ગામોમાં જે માર્કેટ આવેલી છે, તે વિસ્તારો પૈકી નોટીફાઇડ એરીયામાં કરિયાણા, સ્ટેશનરી, ગેરેજ, મોબાઇલ રીચાર્જ, એસી રીપેરિંગ, ડેરી, કુરીયર, ઇલેક્ટ્રીક, ઇલેક્ટ્રોનિકસ, હાર્ડવેર, પશુઆહાર, ખેતીલાયક દુકાનો, જંતુનાશક દવા, બિયારણ વગેરે દુકાનો ચાલુ રાખી શકાશે, તે સિવાય અન્ય કોઇ પણ દુકાનો ખુલ્લી રાખી શકાશે નહીં, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને.એ.રાજપૂતે એક હુકમ દ્વારા જણાવ્યું છે. આ હુકમમાં તા.૨૫/૪/૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અનુસાર તમામ વિસ્તારમાં આવેલા માર્કેટ/ માર્કેટ કોમ્પ્લેક્ષ બંધ રહેશે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500