Tapi mitra News-સરકારશ્રીની સૂચના અનુસાર વલસાડ જિલ્લામાં માર્કેટ/ માર્કેટ કોમ્પ્લેક્ષ સિવાયની નાના-મોટા દુકાનદારો, ધંધો વ્યવસાયકારોની દુકાન ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી છે. જિલ્લામાં અલગ-અલગ શહેરોમાં ગામોમાં જે માર્કેટ આવી છે, તે વિસ્તારના લોકોની સરળતા માટે વલસાડ, વાપી અને પારડી નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોને માર્કેટ તરીકે આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં તમામ નાના-મોટા દુકાનદારોને દુકાન શરૂ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એ.રાજપૂતે હુકમ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.
વાપી નગરપાલિકાના માર્કેટ તરીકે આઇડેન્ટીફાઇ થયેલા પ્રતિબંધિત વિસ્તારોમાં વાપી કોપરલી રોડ રેલવે સ્ટેશન (પૂર્વ) થી ને.હા.નં.૪૮ સુધી તથા ને.હા.નં.૪૮થી દિક્ષા કોમ્પ્લેક્ષ સુધીનો રસ્તો, ને.હા.નં.૪૮ જી.આઇ.ડી.સી. ચારરસ્તાથી દાભેલ ચેકપોસ્ટ સુધીનો રસ્તો તથા ડુંગરા સેલવાસ રોડ ગુરુદ્વારાથી દાદરા ચેકપોસ્ટ સુધીનો રસ્તો, વાપી રેલવે સ્ટેશન પヘમિથી મુખ્ય બજાર થઇ ઝંડાચોક તથા સર્વિસ રોડ જુના ફાટકથી ગોલ્ડકોઇન સર્કલ સુધીનો રસ્તો, વાપી રેલવે સ્ટેશન પヘમિથી જુના ફાટક સુધીનો મહાત્મા ગાંધી રોડ, નાઝાભાઇ રોડ, પ્રણામી મંદિરથી કચીગામ સુધીનો રસ્તો, મચ્છી માર્કેટ રોડ પે એન્ડ યુઝ ટોયલેટથી મટન માર્કેટ સુધીનો રસ્તો, કચીગામ રોડ મુખ્ય બજારથી રાણા રાઇસ મીલ સુધી, ભડકમોરાથી માનવ મિલન મંદિર સુધીનો મુખ્ય રસ્તો, ભડકમોરા નાની સુલપડ સુધીનો સેલવાસ રોડને લાગુ વિસ્તાર તથા નાની સુલપડથી મોટી સુલપડને જોડતો રસ્તો, નહેરૂ સ્ટ્રીટ જૈન મંદિરથી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ સુધીનો રસ્તો, ડુંગરા ખાતે ભાવના રોડવેઝથી પ્રભાત બિલ્ડિંગ સુધીનો દેગામ રોડ તેમજ ને.હા.નં.૮, પુરુષ અધ્યાપન મંદિરથી જીઆઇડીસી ચાર રસ્તા સુધીનો માર્ગનો સમાવેશ થાય છે. પારડી નગરપાલિકાના માર્કેટ તરીકે આઇડેન્ટીફાઇ થયેલા પ્રતિબંધિત વિસ્તારોમાં ચાર રસ્તા ઓવરબ્રીજથી ચીવલ રોડ મરી માતાના મંદિર સુધીનો મુખ્ય રોડ બજાર તેમજ જુના બસસ્ટેન્ડ (ફુવારા સર્કલ)થી વલસાડી ઝાંપા ગેટ સુધીના મુખ્ય બજાર વિસ્તારનો સમાવેશ થાય છે.
વલસાડ નગરપાલિકાના માર્કેટ તરીકે આઇડેન્ટીફાઇ થયેલા પ્રતિબંધિત વિસ્તારોમાં હેડ પોસ્ટ ઓફિસરથી આઝાદ ચોક સુધીનો વિસ્તાર હાલર રોડ, નવયુગ સ્ટોર થી ભીડભંજન મંદિર સુધીનો બજાર વિસ્તાર ખત્રીવાડ, આઝાદ ચોકથી અંબામાતા મંદિર સુધીનો વિસ્તાર એમ.જી.રોડ, આઝાદ ચોકથી ગાંધી લાયબ્રેરી, નવરંગ લસ્સીથી માનસરોવર હોટલ સુધી સ્ટેશન રોડ, દિક્ષિત મહોલ્લાથી છીપવાડ વિસ્તાર, સ્ટેડિયમ રોડ મોંઘાભાઇ હોલથી રામરોટી ચોક સુધી, એસ.ટી. ડેપોથી તરણકુંડ થઇ માનસી પેટ્રોલ પંચ સુધી, આઝાદ ચોકથી નાના તાઇવાડ થઇ નાના પારસીવાડથી શહીદ ચોક સુધીનો વિસ્તાર તેમજ સર્કિટ હાઉસ ચાર રસ્તાથી કૉલેજ તીથલ રોડ સુધીના રસ્તાનો સમાવેશ થાય છે. આ હુકમમાં તા.૨૫/૪/૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અનુસાર તમામ વિસ્તારમાં આવેલા માર્કેટ/ માર્કેટ કોમ્પ્લેક્ષ બંધ રહેશે, પરંતુ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી શકાશે, એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500