તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રાજકોટ ખાતે દલિત યુવાનની થયેલ હત્યા મુદ્દે તપાસની માંગ કરતું તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત માં રાજકોટ ખાતે દલિત યુવાન મુકેશભાઈ વાણિયાને ઢોર મારમારી કરપીણ હત્યા કરવામાં આવતા કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે.દલિત યુવાનની થયેલ હત્યાની તપાસ કરવાની કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.તાપી જિલ્લા કલેકટર ને તા.૨૨ મી મે નારોજ આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ જ્યારથી કેન્દ્રમાં ભાજપ સરકાર આવી છે.ત્યારથી દલિતો પરના અત્યાચારો દિન-પ્રતિદિન વધતા જાય છે.ગુજરાતમાં ઉનાકાંડ,થાનગઢ જેવા અનેક દલિત અત્યાચારો ના બનાવો બનતા રહે છે.જેથી આ સરકારમાં ગુંડાગર્દી કરવા વાળાને છુટ્ટો દોર મળ્યો હોય તેમ લાગે છે.જેથી રાજકોટમાં થયેલા દલિત અત્યાર કરપીણ હત્યા ને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તેઓની સામે કડક પગલાં લઈ દલિત સમાજને ન્યાય મળે તે માટે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application