Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાવલી ગામની આકસ્મિક આગની દુર્ઘટનાના પાંચ અસરગ્રસ્ત પરિવારોને રૂા.૪,૮૮,૮૦૦/- ની સહાય ચુકવાઇ

  • April 26, 2020 

ઇકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે ગઇકાલ તા. ૨૫ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ આકસ્મિક આગ લાગવાની દુર્ઘટનામાં વસાવા રામાભાઇ કોથાભાઇ, વલવી મોંગીબેન લક્ષ્મણભાઇ, વલવી ભીમસિંગભાઇ બટેસિંગભાઇ, વલવી મંગેશકુમાર ભીમસિંગભાઇ અને વસાવા સુરેશભાઇ ગેબુભાઇના રહેણાંક ઘરો સંપૂર્ણપણે નાશ પામેલ છે, જે અન્વયે ઉક્ત અસરગ્રસ્ત પાંચેય પરિવારોને  આજે સરકારશ્રી તરફથી કાચા મકાનની સહાય પેટે રૂા.૩,૮૩,૬૦૦/- ની, ઘરવખરી સહાય તથા કપડા સહાય પેટે રૂા. ૧૫,૨૦૦/- ની  અને પશુ હાનિ સહાય પેટે રૂા. ૯૦,૦૦૦/-સહિત કુલ રૂા. ૪,૮૮,૮૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે. દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી એમનાબેન વલવી, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ઓલીબેન વસાવા, પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી મંજીભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા, ઇન્ચાર્જ તાલુકા મામલતદારશ્રી રાજેશભાઇ વસાવા,સાગબારા તાલુકા વિકાસ અધિકારીશ્રી કનૈયાલાલ વસાવા, જાવલી ગામના સરપંચશ્રી સુરેશભાઇ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં જાવલી ગામે ઉક્ત અસરગ્રસ્ત લાભાર્થીઓને સરકારશ્રીની સહાયના ચેકો એનાયત કરાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application