ઇકરામ મલેક દ્વારા રાજપીપળા:COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૬ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૨ પોઝિટીવ કેસ પૈકી આજની સ્થિતિએ ૧૧ દરદીઓ સારવાર હેઠળ છે, જ્યારે ગઇકાલે એક દરદીને સાજા થતા અંકલેશ્વરની જયાબેન મોદી (કોવીડ) હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. તદઉપરાંત આજે ૬ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવેલ હોવાની જાણકારી પણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application