Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શરતોને આધિન રહીને આજથી દુકાનો ચાલુ રાખવાની અપાયેલી પરવાનગી:રાજપીપલામાં કેટલીક દુકાનો ખૂલ્લી રહી

  • April 26, 2020 

ઇકરામ મલેક દ્વારા રાજપીપળા:નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ના સંક્રમણને રોકવા જાહેર કરાયેલા લોકડાઉનનો અમલ તા. ૩ જી મે, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યો છે, ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસ (કોવીડ) ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિેકા જાહેર કરાયેલ છે. સરકારશ્રીની સૂચનાઓ મુજબ નાના-મોટા દુકાનદારો,ધંધા- વ્યવસાયકfરોની દુકાનો ચાલુ રાખવા પરવાનગી આપવાની જોગવાઇ કરવામા આવેલ છે, ત્યારે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી આજે તા. ૨૬ મી એપ્રિલ, ૨૦૨૦ થી તા.૩ જી મે,૨૦૨૦ સુધી કેટલીક શરતોને આધિન રહીને નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નાના-મોટા દુકાનદારો, ધંધા વ્યવસાયકારોની દુકાનો ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જેને અનુલક્ષીને  જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે આજે સવારે સંતોષ ચોકડી ચાર રસ્તા, સફેદ ટાવર સહિત જિલ્લામાં અન્ય જગ્યાઓએ સ્ટેશનરી-બુકશોપ, ગ્રોસરી સ્ટોર, મોબાઇલ રિચાર્જની દુકાન, ટાવર પંચર શોપ, ઇલેક્ટ્રિક શોપ અને ચશ્માની વગેરે જેવી દુકાનોનો  જે તે દુકાનદારો દ્વારા ખોલવામાં આવી હતી. રાજપીપલામાં એક ઇલેક્ટ્રિક શોપની દુકાનમાં ખરીદી માટે આવેલ ગ્રાહક શ્રી વિકાસભાઇએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસને લીધે સમગ્ર વિશ્વામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ આજે દુકાનો ખોલવામાં આવી છે. જે ને લીધે લોકો જરૂરીયાત મુજબની વસ્તુ લોકો ખરીદે છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ તેની અહિં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.રાજપીપલાનો ધો-૯ નો વિદ્યાર્થી શ્રી અંશ ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉન હોવાથી અમે ઘરમાં જ રહેતા હતાં પરંતુ આજથી  કેટલીક દુકાનો ખોલવા માટે મંજુરી અપાઇ છે, ત્યારે હું પુસ્તક ખરીદવા આવ્યો છું. જેથી હાલમાં ઘેર બેઠા અભ્યાસ કરવામાં મને સરળતા રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. રાજપીપલાની એક સ્ટેશનરી-બુકશોપના માલિકશ્રી પ્રશાંતભાઇએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસને લીધે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ  લોકડાઉન દરમિયાન હાલમાં અમારા જેવી નાની-મોટી દુકાનો અને ધંધા વ્યવસાયકારો માટે આજથી કેટલીક શરતોને આધીન દુકાન ખોલવા માટે સરકારશ્રી દ્વારા પરવાનગી-છુટછાટ અપાતાં અમારી દુકાનો ખોલવામાં આવી છે. જેમાં સેનીટાઇઝેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથોસાથ દુકાન બહાર સર્કલ પણ દોરવામાં આવ્યા છે, જેથી સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે તેની તકેદારી રાખવામાં આવી છે.           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application