Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધોરણ ૧૦નું પરિણામ ૨૮ મી મેના રોજ જાહેર કરાશે

  • May 22, 2018 

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ના પરિણામની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે.આ જાહેરાત પ્રમાણે  તારીખ સત્તાવાર ધોરણે જાહેર કરવામાં આવી છે.શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર તારીખ ૨૮મી મે સોમવારના રોજ સવારે ૮ કલાકે જાહેર કરવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ www.gseb.org તથા gilp.net પર જોઈ શકશે. વિદ્યાર્થીઓને વેબસાઇટ પર પોતાનો રોલ નંબર અને સ્કુલ નંબર નાખશે તો રિઝલ્ટ ચેક કરી શકશે.નોંધનીય છે કે આ વર્ષે ૧૧ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ની પરીક્ષા આપી છે. આ વર્ષે પરીક્ષામાં ગણિતનું પેપર ખૂબ જ અઘરું સાબિત થયું હતું. હાલમાં અહેવાલ આ્વ્યો હતો કે ગણિતના વિષયમાં બહુ નબળું પરિણામ આ્વ્યું છે જેના કારણે ગણિતમાં ૧૨થી ૧૫ માર્ક જેટલું ગ્રેસિંગ આપી પરિણામ ઊંચું લાવવાની સંભાવના પણ જતાવાઇ હતી.બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર ગણિતમાં લગભગ ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. પાસિંગ પર્સન્ટેજને ૬૫ ટકા સુધી લાવવા માટે ૧૨ ગ્રેસ માર્ક્સની જરુર પડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application