ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:રાજપીપળા શહેર ની પ્રજા લોકડાઉન ના સખત પાલન શાથે ઘરો માંજ પુરાઈ રહેવા મજબુર બનતાં, ટાઈમપાસ કરવા ટીવી અને મોબાઈલ જેવા વિજ ઉપકરણો ને આધારીત બન્યાં છે. અને આકરા ઉનાળા ની શરુઆત થઈ ચુકી છે તેવામાં લોકો એસી અને વોટરકુલરો નો મોટા પાયે વપરાશ કરતાં વિજવપરાશ વધી જતાં લોડ વધતા વિજળી ગુલ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે.જો કોઈ વિસ્તારમાં મા વિજળી ડુલ થાય તો જીઈબી ના હેલ્પલાઇન અને ફરીયાદ ટેલીફોન ની ઘંટડીઓ સતત રણકી ઉઠતી હોય છે. આ વાત ને અગાઉ થી ધ્યાને લઈ ને ખાસ આયોજન કરી ચાર થી પાંચ કર્મચારીઓ સતત હાજર રહી ફરીયાદો નો નિકાલ કરતાં હોય છે. બહાર થી આવતા વિજકર્મીઓ પોતાના ઘરે પણ જવાનું માંડી વાળી ને પાંચ દિવસે એકાદ વાર પોતાના ઘરે જતાં હોય છે અને પરિવાર ને મળતાં હોય છે.આમ વિજકર્મીઓ ની સેવા પણ કોરોના યોદ્ધાઓ થી ઓછી ન ગણી શકાય, અને સમાજ તેમની કામગીરી ને પણ બિરદાવે તે ઈચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application