ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જિલ્લામાં ઘણા દિવસ થી કોરોના બાબતે આરોગ્ય વિભાગ મહેનત કરી રહ્યું છે સાથે નગર પાલિકા ની ટિમો પણ આ માટે ઠેર ઠેર તૈનાત હોય કોરોના ને અટકાવવા માટે સતત પ્રયાસ કરે છે જેના કારણે ઘણા દિવસ થી જિલ્લા માં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૧ થી વધી નથી, પરંતુ ગુરુવારે સવારે આવેલા ૬ સેમ્પલ ના રિપોર્ટ માં રાજપીપળા નજીક આવેલા ભદામ ગામની મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રની મહેનત પણ પાણી ફરી વળ્યું એમ જણાયું જોકે આ માટે કેટલાક લોકો પણ એટલાજ જવાબદાર છે કે જે કાયદાનું પાલન ન કરી સોસીયલ ડિસ્ટન્સ સહિતની બાબતો નજર અંદાજ કરે છે.ગુરુવારે પોઝીટીવ આવેલા ભદામ ગામના શ્રેયાબેન મહેન્દ્રભાઈ પટેલ (૨૬) ગત તારીખ ૧૫ એપ્રિલની આસ પાસ રાજપીપળા ની એક બેંક અને શાક માર્કેટમાં આવ્યા હોય તેમની આ હિસ્ટ્રી બાદ બે દિવસથી શરદી કફ અને તાવ હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી કે કોઈ બહારથી તેમના ઘરે આવ્યા નથી તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.હાલ આ મહિલા કોવિડ 19 હોસ્પિટલમાં દાખલ છે તેમજ તેમના પરિવારને પણ ફેસિલિટી કોરનટાઇન કરાયા છે.આ ઘટનાને લોકલ ટ્રાન્સમિશન સાથે સરખાવી શકાય જે ખરેખર ચિંતાની બાબત કહી શકાય. હાલની સ્થિતિમાં નર્મદા જિલ્લામાં ટોટલ કોરોનાના ૧૨ પોઝીટીવ કેસો થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application