ઈકરામ મલેક દ્વારા રાજપીપળા :હાલ કોરોન ના કારણે નર્મદા જિલ્લામાં લોકડાઉન ચાલુ હોય વાહન વ્યવહાર બંધ છે તેવામાં જિલ્લાના HIV પીડિતો માટે વડોદરા ART સેન્ટર દ્વારા નર્મદા સહિતના વિસ્તારમાં દવા પહોંચાડવામાં આવી હતી પરંતુ નર્મદા ના અંતરિયાળ ગામોમાં રહેતા અને જીવવા માટે જરૂરી તેવી દવા દર મહિને લેતા HIV પીડિતો ને દવા પહોંચાડવા સ્થાનિક તંત્ર ની મદદ માટે સુરત GSNP+ સંસ્થા ના પ્રમુખ દક્ષાબેન પટેલે નર્મદા જિલ્લા DAPCU ના ઇન્ચાર્જ સાથે ટેલિફોનિક વાત કરી તેમના નર્મદા ના મહિલા ORW ને અંતરિયાળ ગામો માં દવા પહોંચાડવા વાહન અને પાસ ની મદદ કરવા જણાવ્યું પરંતુ આ બાબતે કોઈજ મદદ ન મળતા આખરે મહિલા
ORW પોતાની એક્ટિવા ગાડી પણ દવાના બોક્ષ લઈ અંતરિયાળ ગામોમાં જઈ ૮૦ થી વધુ HIV પીડિતોને દવા પહોંચાડવા મજબુર થયા હતા.ત્યારે સ્થાનિક તંત્ર લોકડાઉનમાં અત્યંત જરૂરી એવી દવા બાબતે પણ જો સહકાર ન આપે તો સરકાર ની યોજનાઓનો શુ મતલબ.?
High light-DAPCU ઇન્ચાર્જ એ કોઈ મદદ ન આપતા હું મારા ટુ વ્હીલર પર જવા મજબુર બની: ORW
High light-આ બાબતે નર્મદા જિલ્લામાં ORW તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી એ જણાવ્યું કે અમારી સંસ્થા ના પ્રમુખે વાત કરી ત્યારે DAPCU ઇન્ચાર્જ એ હા કહી પરંતુ ત્યારબાદ મને અંતરિયાળ ગામોમાં જવા માટે પાસ ની પણ કોઈ મદદ ન કરી કે વાહન ની પણ વ્યવસ્થા ન કરી આપતા જરૂરી દવા માટે હું મારા ટુ વ્હીલર પર ગઈ હતી.જેમાં ત્રણ રાઉન્ડ માં ૮૦ થી વધુ પીડિતોને બે બે મહિનાની દવા પહોંચાડી હતી.કપરાં સમય મા પણ પોતાની ફરજ થી પીછેહઠ નહીં કરનાર આ મહીલા કર્મચારી ની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application