Tapi mitra News-COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૩ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે સવારે ૬ સેમ્પલના પ્રાપ્ત થયેલા રિપોર્ટ પૈકી ભદામ ગામની એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, જ્યારે અન્ય ૫ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. આજે પોઝિટીવ રિપોર્ટ આવેલ ભદામ ગામના દરદીને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. જેથી ગઇકાલની સ્થિતિએ જિલ્લાના ૧૧ પોઝિટીવ કેસની સંખ્યામાં આજે વધુ એક પોઝીટીવ કેસનો વધારો થતા હવે આજે તા. ૨૩ મી એપ્રિલની સ્થિતિએ નર્મદા જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યા કુલ ૧૨ સુધી પહોંચી છે. જિલ્લામાં આજે નવા કોઇ હોમ ક્વોરોન્ટાઇન કરાયેલ નથી, જ્યારે આયુર્વેદિક કોલેજ બોય્ઝ હોસ્ટેલ ફેસેલીટી બેઝ હેઠળ વધુ ૩ વ્યક્તિઓને કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે અને ફેસેલીટી બેઝ કોરોન્ટાઇનમાંથી આજે એક વ્યક્તિને રજા અપાઇ છે, જેથી આજની સ્થિતિએ જિલ્લામાં હોમ કોરોન્ટાઇન અને ફેસેલીટી બેઝ ક્વોરન્ટાઇન હેઠળ કુલ ૧૦૫ વ્યક્તિઓ રહેવા પામી છે. આજના પોઝિટીવ કેસવાળા દરદીના કિસ્સામાં કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી સંદર્ભે રાજપીપલાની બેંક ઓફ બરોડાની મુ્ખ્ય શાખામાંથી આજે ૭ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હોવાની અને આ દિશામાં વધુ સર્વેક્ષણ અને ટ્રેસીંગની કામગીરી હાથ ધરાનાર હોવાની જાણકારી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application