Tapi mitra News-લોકડાઉન પીરીયડની સંપૂર્ણ સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી, ખાસ કરીને શહેરનું કાપડ માર્કેટ જ્યાં સુધી ધમધમતું નહીં થાય ત્યાં સુધી ટેક્સટાઇલના એકમો સંપૂર્ણપણે શરૂ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે સપ્લાય ચેઇન ખૂબ જ મહત્વની છે અને તેના વગર ધંધો શક્ય જ નથી એવો સૂર છે. યાર્નના મેન્યુફેક્ચરિંગથી લઈને ટ્રેડિંગ સુધીના જુદા જુદા સેગમેન્ટ સાથે શહેરના સંખ્યાબંધ લોકો સીધી અને આડકતરી રીતે જોડાયા છે. ટેક્સટાઈલના આ બધા સેગમેન્ટ માટે વેલ્યુએડીશન સહિતની પ્રોસેસનો સઘળો આધાર સપ્લાય છે. કોઈ એક સેગમેન્ટમાં સપ્લાય અટકે એટલે તેની સીધી અસર આગળની પ્રોસેસ ઉપર થાય છે, એટલે જ્યાં સુધી સપ્લાય ચેઇન પૂર્વવત નહીં થાય ત્યાં સુધી એકમોમાં ધમધમાટ નહીં આવે. શહેરના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે સપ્લાય ચેઇનમાં, એક સૌથી મહત્વની કડી કાપડમાર્કેટ છે. કાપડ માર્કેટ બંધ થાય એટલે આખી ઇન્ડસ્ટ્રીઝ એક રીતે લકવાગ્રસ્ત બની જાય છે. સુરત શહેર અને સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગને ધમધમતું રાખવાની ભૂમિકા કાપડબજાર અને તેની સાથે સંકળાયેલા છૂટક અને જથ્થાબંધ વેપારીઓ ભજવતા આવ્યા છે. કોરોના વાયરસને કારણે લોકડાઉનનો બીજો તબક્કો હવે આગામી તા. ૩જી મે સુધીનો છે. તા.૩જી સુધીમાં પરિસ્થિતિ કાબુમાં આવે છે કે કેમ અને તા.૩જી પછી કાપડ બજાર ફરી શરૂ થઈ જાય છે કે કેમ તેની ઉપર સઘળો આધાર છે. અત્યારના તબક્કે તો, કશું કહી શકાય એમ નહીં હોવાથી, કાપડ બજારની ગાડી પાટે ચડે તેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application