Tapi mitra News-જ્યારે સેવાનો સાદ પડે ‘ને તમે યથાશક્તિ મદદ કરવા તત્પર બનો તેનું જ નામ માનવતા. કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પરિણામે સંકટમાં આવી પડેલા પરિવારોને વ્હારે આવવાનો સાદ પડતાની સાથે જ નવસારી નગરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સ્તરે મદદ કરવામાં આવી રહી છે. કોરોના કહેર વચ્ચે નવસારી શહેરના દશેરા ટેકરી, જુનાથાણા, ભેસતખાડા સહિત વિવિધ વિસ્તારોમાં શ્રીસાંઇનાથ સાર્વજનિક સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા તા. ૨૮ માર્ચથી દરરોજ ત્રણ હજાર કરતા પણ વધુ જરૂરીયાતમંદોને બે ટાઇમ ભોજન પૂરૂ પાડવામાં આવી રહયું છે.તેમજ જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરવામાં આવે છે. આજદિન સુધીમાં અંદાજિત ૫૮ હજાર જેટલા ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યમાં ૩૦ જેટલા સ્વયંસેવકો દિવસરાત સેવા આપીને માનવતાની મહેક પ્રસરાવી રહયાં છે. આ સેવાકાર્યમાં ટ્રસ્ટીશ્રી કાંતિભાઇ ખત્રી, મરોલીના રાકેશભાઇ દેસાઇ તથા ટ્રસ્ટીગણ આપદાના સમયે લોકસેવાનું અનન્ય કાર્ય કરીને માનવતા-પુણ્યનું કાર્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application