તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના તાડકુવા ગામની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પરથી સીપીઆઈ-ઉકાઈ ની ટીમે વિદેશીદારૂ ભરેલી એક મારુતિ વાન ઝડપી પાડી રૂપિયા ૫૮,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવમાં પોલીસ ને ચકમો આપી ફરાર થયેલા બે જણા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વ્યારા તાલુકાના તાડકુવા ગામની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ પર તા.૨૨મી મે નારોજ વહેલી સવારે,સીપીઆઈ-ઉકાઈ ની ટિમ નાઈટ પેટ્રોલીંગ માં હતી તે દરમિયાન મળેલી બાતમીને આધારે વ્યારા-બાયપાસ હાઇવે માર્ગ પર વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળી મારુતિવાન નજરે પડતા પુરપાટ ઝડપે દોડતી વાન ને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસની ટીમને ચકમો આપી બે જણા દારૂ ભરેલી મારુતિવાન નંબર જીજે-૧૯-એ-૫૧૧૫ મૂકી ફરાર થઈ ગયા હતા.મારુતિવાન માંથી જુદીજુદી બનાવટ ની વિસ્કી અને બિયરનો બટલીઓ નંગ-૨૧૬ મળી આવી હતી જેની કિંમત રૂ.૨૮,૮૦૦/- તેમજ મારુતિવાન ની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૮,૮૦૦/- નો મુદ્દામાલ સીપીઆઈ-ઉકાઈની ટીમે ઝડપી પાડ્યો હતો.બનાવ કાકરાપાર પોલીસ મથકના હદ વિસ્તારમાં બનતા પીસી-પ્રવીણભાઈ સુધાકરે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરી હતી.ફરિયાદ ને આધારે દારૂ ભરેલી મારુતિવાન મૂકી ફરાર થયેલા બે જણા ને વોન્ટેડ જાહેર કરી તેમને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.આગળની વધુ તપાસ કાકરાપાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.બી.પટેલિયા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application