Tapi mitra News-કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે, જેની અસરના કારણે સમગ્ર દેશ અને રાજ્યમાં ઉદ્યોગો, વાહન વ્યવહાર અને બજારો પણ મર્યાદિત સંખ્યામાં કાર્યરત છે. તેવા સમયે લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની તકલીફ ન પડે તે માટે નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં જીવન જરૂરી ચીજ વસ્તુના પરિવહન સહિતની અલગ-અલગ સર્વિસની સાથે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને પોતાનો ધંધો–રોજગાર ચલાવવા માટે પાસ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત જિલ્લામાં ડેરી-દૂધ માટે ૧૨૮,દવાઓ માટે ૫૯૭, નાની–મોટી વસ્તુઓના કુલ ૧૬૯૨ દુકાનદારો, બેંક, ઈન્સ્યોરન્સ અને નાણાકિય સુવિધાઓ સાથે સંકાળાયેલા કુલ ૨૪ ઍકમો, ટેલિકોમ અને ઈન્ટરનેટ ક્ષેત્રે સંકળાયેલા કુલ ૧૧૭ ઍકમો, ઈ– કોમર્સ ડીલીવરી સાથે જોડાયેલ ૧૮૮ લોકો, પેટ્રોલ, ડિઝલ અને ઍલ.પી.જી. ગેસના કુલ ૧૨૬ સપ્લાયર્સ અને ખાનગી સિક્યુરીટી ઍજન્સીઓના કુલ ૮૬ ઍકમો સહિત અન્ય ૧૧૭૬ પાસ મળીને જિલ્લામાં કુલ ૪,૨૧૬ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application