Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની 45 વર્ષની વય સુધીની વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ કરાઇ 

  • April 23, 2020 

Tapimitra News- વ્યારા તાલુકાની 45 વર્ષની વય સુધીની વિધવા બહેનોને, “લોકડાઉન” ના સમયે મદદરૂપ થઈ શકાય તેવા શુભ આશય સાથે, જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીએ આજે વ્યારા ખાતે પિતૃ ભાવે અનાજની કીટ અર્પણ કરી હતી. વ્યારા નગર તથા તાલુકાની 21 થી 45 વર્ષની વયજુથ ધરાવતી વિધવા બહેનો કે જેમના સંતાનો નાની ઉમરના હોય, તેમણે સહાયનું સૌથી વધુ આવશ્યકતા હોય છે. જેથી આવા લાભાર્થીઓ ઉપર લક્ષ કેન્દ્રિત કરીને, તેમણે મદદરૂપ થવા સાથે, આગામી દિવસોમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવો લાભ પહોંચાડવાનું આયોજન છે, તેમ જણાવતા કલેક્ટર શ્રી હાલાણીએ હજીરા સ્થિત રીલાયન્સના સહયોગથી તાપી જિલ્લાને પ્રથમ તબક્કે આવી 500 કીટ પ્રાપ્ત થઈ છે, જે પૈકી 168 કીટ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં, તથા બાકીની 332 કીટ વ્યારા તાલુકાનાં લાભાર્થીઓ સુધી, જિલ્લા પ્રશાસનિક અધિકારીઓની જુદી જુદી ત્રણ ટિમ મારફત તેમના ઘર સુધી જઈને વિતરણ કરવામાં આવી છે, તેમ જણાવ્યુ હતું. જિલ્લા સેવા સદન ખાતે ટોકન કિટનું વિતરણ કરતાં કલેક્ટર શ્રી હાલાણીએ આગામી દિવસોમાં આવી બહેનોને એન.એફ.એસ.એ. રેશન કાર્ડની કેટેગરીમાં સમાવવા સાથે, જો કોઇ મહિલાના ઘરે માનસિક રીતે અસ્વસ્થ સંતાન હોય, કે કોઇ મહિલાને સ્વરોજગાર ક્ષેત્રે પ્રવૃત્ત થવું હોય, કે અન્ય કોઈ સહાય કે મદદની જરૂર હોય, તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર ખૂબ જ સંવેદનશિલતા સાથે તેમની પડખે રહી મદદરૂપ થશે તેમ જણાવ્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application