જામનગર શહેર અને જામજોધપુરમાં પોલીસે જુગાર અંગે જુદા-જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 જુગારીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જુગારનો પ્રથમ દરોડો જામનગરમાં સલીમ બાપુના મદ્રેસા પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સીદીક આમદભાઈ જુણેજા સહિત છ જુગારીઓની પોલીસે અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂપિયા 10,050/-ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
ત્યારબાદ જામજોધપુરમાં લાડવા શેરીમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા શાંતિલાલ ગીગાભાઈ, પરેશ લક્ષ્મણભાઈ જોશી, કિરીટ મોહનલાલ બગલ, તેમજ ટપુભાઈ કેશુભાઈ આહીર પાસેથી રૂપિયા 13,200/-ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. જુગારનો ત્રીજો દરોડો પાણાખાણ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં જુગાર રમી રહેલા સલીમ કરીમભાઈ મિયાણા સહિત 4 જુગારીઓની અટકાયત કરી છે જામનગર જિલ્લાના ધ્રોલમાં પાડવામાં આવ્યો હતો ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઉત્તમભાઈ સાલીરામભાઈ સિસોદિયા સહીત ચાર આરોપીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 4760/-ની રોકડ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500