દક્ષિણ અમેરિકા મહાદ્વીપમાં સ્થિત પેરુમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ઉત્તરી પેરુમાં 60 મુસાફરોને લઈ જતી બસ ભેખડ પરથી પડી ગઈ હતી, જેમાં 24 લોકોનાં મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક મુસાફરો હૈતીનાં હતા કારણ કે પેરુમાં હૈતીના પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જોકે બસમાં સવાર લોકોની સ્થિતિ સ્પષ્ટ નથી. પોલીસે સ્થાનિક મીડિયાને આ જાણકારી આપી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ડેવિલ્સ કર્વ તરીકે ઓળખાતા શૈતાની સ્થળે અકસ્માત સર્જાયો હતો. પરંતુ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. પેરુની ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરી એજન્સી (SUTRAN) એ એક નિવેદનમાં અકસ્માતની પુષ્ટિ કરી છે.
પરંતુ મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા નથી જણાવી. SUTRANએ જણાવ્યું હતું કે, પેરુનાં દૂર ઉત્તરમાં અલ અલ્ટો જિલ્લામાં કંપની Q'Orianka Tours Aguila Doradaની બસમાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ઘણા મુસાફરો બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા પરંતુ મોટાભાગના અંદર ફસાયા હતા. અજાણ્યા ઘાયલ મુસાફરોને લિમાના ઉત્તરમાં લગભગ 1,000 કિલોમીટર (620 માઈલ) દૂર આવેલા લોકપ્રિય રિસોર્ટ અલ અલ્ટો અને માનકોરાની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તમામની સારવાર કરવામાં આવી રહી છે. SUTRANએ જણાવ્યું કે, પેરુમાં માર્ગ અકસ્માતો સામાન્ય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500