Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરના આસુરા ગામની ત્રણ કિ.મી. ત્રિજ્‍યામાં આવતા ગામોમાં પ્રવેશબંધી,વિશેષ બંદોબસ્‍ત ગોઠવાયો

  • April 22, 2020 

Tapi mitra News-વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસુરા ગામના એક વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તાત્‍કાલિક અસરથી તા.૩/૫/૨૦૨૦ સુધી ગામમાં પ્રવેશબંધી સહિત કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં આસુરા ગ્રામ પંચાયતના તમામ રહેણાંક અને મહેસુલી વિસ્‍તાર કન્‍ટાઇનમેન્‍ટ એરીયા તરીકે અને આસુરા ગામની ૩ કિ.મી. ત્રિજ્‍યામાં આવતા આસુરા, કરંજવેરી, બીલપુડી, શેરીમાળ, મોહનગઢ, માલનપાડા ગામો તથા ધરમપુર સીટી વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઇનમેન્‍ટ ઝોન જાહેર કરાતાં આ વિસ્‍તારોમાં તમામ પ્રકારની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. જે ધ્‍યાને લઇ ધરમપુર પોલીસ વિભાગ દ્વારા વિશેષ પોલીસ બંદોબસ્‍ત ગોઠવી આ ગામોમાં જતા તમામ માર્ગો બ્‍લોક કરી આવશ્‍યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખી અન્‍ય માર્ગો બંધ કરાયા છે. નાયબ પોલીસ અધિક્ષક વી.એન.પટેલ અને પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એ.એન.ગોહિલ સતત દેખરેખ રાખી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application