Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ નોધાતા,આંતલીયા ગામમાં અવરજવર ઉપર પ્રતિબંધ,ગામડાઓની સરહદો સીલ

  • April 22, 2020 

Tapi mitra News-નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલીયા ગામમાં ઍક કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર્દ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂઍ તાત્કાલિક અસરથી તા.૩/૫/૨૦૨૦ સુધી ગામમાં લોકોની અવરજવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે અન્વયે ગણદેવી તાલુકાના આંતલીયા ગામના આ વિસ્તારને કોવિડ-૧૯ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉત્તરે ખાપાભાઇ મોહનભાઇ પટેલનું ઘર દેસાઇવાડ ફળિયાથી શરૂ ખેતર થતાં જતાં કાયમી પગદંડી રસ્તા સુધી, દક્ષિણે રામજીભાઇ પટેલનું ઘોર ફળિયાથી શરૂ કરી રામલા ફળિયા સુધી જતો રસ્તો, પૂર્વે કિષ્ના અય્યરના ઘરથી શરૂ કરી રામલા ફળિયા તરફ જતો રસ્તો, પશ્ચિમે જયંતિભાઇ પટેલના ઘર તથા તેની ખેતીની જમીનથી શરૂ કરી રામલા ફળિયા તરફ જવાનો રસ્તો ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર-જવર પર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. કવોરન્ટાઇન ઍરિયા તરીકે જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઅો તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે. આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓકે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેવી વ્યકિઓને આ હુકમ લાગુ પડશે નહિ.આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍકટની જાગવાઇ મુજબ સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application